તેનો સૌથી વધુ ખતરો ઉત્તરાખંડ રાજય પર મંડરાઈ રહ્યો છે
વૈજ્ઞાનિકો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય નિષ્ણાંતો દ્વારા હિમાલયમાં રહેલા ભુકંપોની માહિતી મેળવવા બે દિવસીય રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, હિમાલયમાં જો ભુકંપો આવે તો તેની આકરી અસર ઉતરાખંડમાં થઈ શકે છે. જે આ પૂર્વ ૬૦૦ વર્ષ પહેલા થયું હતું. માટે રાજય સરકારને ભુકંપથી બચવા માટે ટ્રીમર રેસીલાઈન્ટ સહિત માળખાગત સુવિધા કરવાનું સુચવવામાં આવ્યું છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ એસ્ટ્રોફિસીસના પ્રોફેસર વિનોદ કે ગૌરે જણાવ્યું હતું કે, આ મામલે લોકોને સચોટ અને એલર્ટ કરવાની આવશ્યકતા છે માટે ભુકંપોથી લોકોને રક્ષણ અપાવી શકાય અને લોકોને અનેક પ્રકારની ટ્રેનિંગ અને ટેકનિકથી વાકેફ કરી શકાય. આ માટે નાની પોકેટ પુસ્તકો પણ છાપી શકાય. ઉતરાખંડમાં હિમાલયથી બનતા ભુકંપોની સૌથી વધુ અસર થઈ શકે છે માટે લોકોને દુર્ઘટના પહેલા જ સ્થળાંતરની માહિતી યોગ્ય સમયે આપવામાં આવે. રાજય સરકાર આ મામલે કાર્યવાહી કરે. આ વર્કશોપનો હેતુ ભુકંપના સંકટ મામલે વૈજ્ઞાનિકો, રિસર્ચો અને અન્ય વિભાગોના અધિકારીઓને પોતાની વાત, જ્ઞાન, વિચારો વ્યકત કરવા માટે પ્લેટફોર્મ પુરુ પાડવાનો હતો માટે વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો તેના માટે સુવિધાઓ ડિઝાઈન કરી શકે અને પુર પહેલાની પાળ બાંધી શકે. જેમાં રાજય સરકારને વૈજ્ઞાનિકો અને અન્ય સંસ્થાઓ મદદ‚પ થશે. ઉતરાખંડ પર મંડરાય રહેલી આફતો માટે અનેક નિષ્ણાંતોએ વર્કશોપમાં ભાગ લીધો હતો.