ગયા મહિને ૭.૫ની તિવ્રતાના ભૂકંપ બાદ સુનામી આવતા બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા
ઈન્ડોનેશિયા ઉપર કુદરતનો કહેર યથાવત રહ્યો હોય તેમ સુનામી અને ભૂકંપના કારણે ભીષણ તબાહી મચી ગઈ છે. જાવા અને બાલી આયલેન્ડ પર ફરી ૬ની તીવ્રતાનો ભૂકંપનો અંચકો આવતા વધુ ત્રણ લોકોના મોત નીપજયા છે.
પૂર્વીય જાવાના વિસ્તારમાં મોટી ઈમારતો ઘસી પડી છે જેના કારણે મોટુ આર્થિક નુકશાન પણ થયું છે. આ અંગે એક સ્થાનિક મહિલા ડેવીએ જણાવ્યું કે, બાલી હોટેલથી થોડા દૂર આવેલા સ્થળે આઈએમએફ અને વર્લ્ડ બેંકની આ અઠવાડીયે જ મીટીંગ મળવાની છે. અને તેની પહેલા ઈન્ડોનેશીયામાં ભૂકંપની તબાહી થઈ છે જેથી લોકોમાં ડર પેસ્યો છે.
યુનાઈટેડ સ્ટેટસ જીયોલોજીકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાલી દરિયામાં ૪૦ કિલોમીટર ઉંડુ અને જાવા આયલેન્ડ પર નોંધાયું છે.
ગયા મહિને પણ ઈન્ડોનેશીયામાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા ૭.૫ નોંધાઈ હતી ભૂકંપ બાદ સર્જાયેલી સુનામીમાં બે હજારથી પણ વધુ લોકોના મોત થયા હતા.