રિંગ ઓફ ફાયર ઇન્ડોનેશીયામાં જુલાઇથી આવતા ભૂકંપી આંચકામાં પ૦૦ ના મોત

માણસ હંમેશા  મારું મારું કર્યા કરે છે. પણ કુદરતી આપદા સામે કોઇનું ચાલતું નથી. કેરળમાં વરસાદી પુરની પરિસ્થિતિ છે અને ઇન્ડોનેશીયામાં ઉપરા ઉપરી ૩ ભુકંપ આવતા લોમ્બોક શહેર હચમચી ઉઠયું હતું. સૌ પ્રથમ ૫.૯ અને તેની ૧ર કલાક બાદ ૬.૯ ની તીવ્રતાનો ભૂકંપથી મકાનો ધરાશાઇ થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.

રવિવારે સેઇસ્મોલોજીસ્ટરો દ્વારા આ ત્રણ ભૂકંપો નોંધવામાં આવ્યા હતા. આઇલેન્ડમાં ૨૯મી જુલાઇ અને પમી ઓગષ્ટે આવેલા ભૂકંપમાં પ૦૦ લોકોએ જીવ ગુમાવ્યો અને હજારો લોકો ઘર વિહોણા થયા હતા જો કે અવાર નવાર ભૂકંપો આવતા સ્થાનીકો સર્તક રહે છે.

અને લોકો તંબુમાં રહેવા લાગ્યા છે. એક સ્થાનીક જણાવે છે કે શકિતશાળી આંચકા તેમની ઉંઘ ઉડાડી દીધી છે. ભૂકંપ એટલો મજબુત હતો કે બધું જ ધ્રુજી રહ્યું હતું. આંચકો આવતા જ લોકો ખુલ્લા મેદાન તરફ દોડવા લાગે છે. કોઇ ચીખે તો કોઇ રડવા લાગે છે નેચરલ ડિઝસટર એજન્સીના સુટોપો પૂર્વોએ જણાવ્યું હતું કે સાંજે મલ્ટીયલ અર્થકવેકથી ઇન્ડોનેશીયા ધ્રુજી ઉઠયું હતું.

લોમ્બોકમાં હજુ પણ ધીમાં ધીમાં આંચકા ચાલુ છે અમે સતત બચાવ કામદારો સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સવારના આંચકામાં એક વ્યકિતનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. અને કોઇ ખાસ નુકશાન નોંધાયુ ન હતું પરંતુ જુલાઇથી જ ઇન્ડોનેશીયામાં કુદરતી આફતોનું જોર વઘ્યું છે.

માઉન્ટ રિન્જાનીના નેશનલ પાર્કમાં ભુસ્ખલ નથી. હજારો ટ્રેનીંગ લેનારાઓ ફેસાતા છેલ્લા કેટલાક સમયથી પાર્ક બંધ કરી દેવામાં આવ્યો છે. ભુસ્ખલતમાં ઘણી ઇમારતો ધરાશયી થઇ હતી. કોઇપણ પર્વતારોપણ ન કરે તેના માટે ચેકપોઇન્ટ પણ રખાયા છે.

અવાર નવાર આવતા આંચકામાં જુલાઇથી લઇને ઓગષ્ટ સુધીમાં ૪૮૨ લોકોના મોત થયા છે. અને હજારો લોકો ઘાયલ થયા છે. કુલ ૩.૫૦ હજાર લોકો ઘર વિહોણા થયા છે લોકો તંબુ બાંધી જીવન નિર્વાહ કરી રહ્યા છે. રોડ, રસ્તા, પર્વતો અને આઇલેન્ડ પર ભારે નુકશાન થયું છે. માઘ્યમો દ્વારા લોકોને સાવધાની રાખવાની સુચનાઓ અપાઇ રહી છે.

બાલીના પાડોશી આઇલેન્ડમાં મોટાભાગના મુસ્લીમ પરિવારો નિવાસ કરે છે જો કે લોમ્બોકમાં બાલીની સરખામણીએ ઓછી સંખ્યામાં પર્યટકો આવે છે.

જો કે કેટલી ઇમારતો ધરાશાઇ થઇ તેની ગણતરી હજી ચાલુ જ છે. સ્થાનીકોનું કહેવું છે કે છેલ્લે પૂર્વ લોમ્બોકમાં આંચકો અનુભવાયો હતો. એક વ્યકિતએ જણાવ્યું કે હું ડ્રાઇવીંગ કરી રહ્યો હતો અને વિજળીના ખંભાઓ ડોલવા લાગ્યા હતા ત્યારે મને જાણ થઇ કે ભૂકંપ આવ્યો છે. થોડીવારમાં લોકોનો રડવાનો અને ચીખવાનો અવાજ  સંભળાયો આઇલેન્ડની રાજધાની મતારમમાં આ આંચકો આવ્યો હતો. હજુ પણ લોકો ભૂકંપના દ્રશ્યો જોઇને ધ્રુજી રહ્યા છે.

સૌથી વધુ હિન્દુ સાથે બાલી ઇન્ડોનેશીયાનું બેક બોન છે. કુદરતી આપદા સામે લોકોનો બચાવ કરવા સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. રીંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા ઇન્ડોનેશીયામાં ઉપરા ઉપરી આંચકા આવી રહ્યા છે. ઇન્ડોનેશિયામાં ર૦૦૪ ની સાલની સુનામીમાં ર લાખ ર૦ હજાર લોકોના મોત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.