પૃથ્વીની ફરવાની ગતિમાં ઘટાડો
વૈજ્ઞાનિકોના તારણ પ્રમાણે વર્ષ ૨૦૧૮ માં પૃથ્વીની ફરવાની ગતિમાં વધારો આવી શકે તેથી ભુકંપની સંભાવનાઓ પણ વધવાનો અંદાજો છે. આ ફુગાવાને કારણે ધુરી પર ફરવાનો વેગ ટૂંકો થઇ શકે છે. તેથી દિન-પ્રતિદિનની લંબાઇમાં પણ ફેરફારો આવશે ભૂકંપ અને પૃથ્વીની પરિક્રમા એકબીજા સાથે જોડાયેલુ છે. માટે આગામી વર્ષે ભૂકંપોનો વ્યાપ વધી શકે તેવી ભીતી છે. રિસર્ચરોએ જણાવ્યું હતું ૧૯૦૦ થી મેગ્નીટયુડમાં વધારો થયો છે. જે ભૂકંપો વધવાના સંકેતો છે. તેમણે એવા પાંચ સમયકાળની નોંધણી બનાવી જયારે સૌથી વધુ ભૂકંપ અનુભાયા હતા. તેમણે શોઘ્યું કે પૃથ્વીનું રોટેશન થોડું ઘટી રહ્યું છે જે એસ સામાન્ય બાબત નથી આ પૂર્વ પણ જયારે રોટેશનમાં ઘટાડો આવ્યો હતો. ત્યારબાદ જ ભૂકંપોની માત્રા વધી હતી ત્યારે આજે પણ આ જ સ્થિતિ આવી રહી છે. હાલ એ સમય દુર નથી કે જયારે લોકોના ઘર ધંધા, જનજીવન બધું જ સમાપ્ત થઇ જાય પરંતુ આ માટે યોગ્ય સુરક્ષા અને તાલીમ મેળવી બચી શકાય છે હાલ પ્રદુષણ પણ ખુબ જ વધી રહ્યું છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે નવા વર્ષના આગમનની સાથે ભૂકંપોની દહેશત માથે મંડરાઇ રહી છે.