કચ્છ સમાચાર
-
કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી
-
4.1નો ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી છે. આજે સવારે 8.06 કલાકે 4.1નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં અનુભવાઈ છે. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. કચ્છમાં અગાઉ 28મી જાન્યુઆરીએ 4.7 અને 6 જાન્યુઆરીએ 4.1નો આંચકો અનુભવાયા હતા.
કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય છે અને ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી અહીં ઘણીવાર ભૂકંપ અનુભવાતા રહે છે. વર્ષ 2001ના મહાવિનાશક ભૂકંપ બાદ રાજ્યમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. 2022માં 4થી વધુ તીવ્રતાનો માત્ર એક ભૂકંપ અને તે પણ સૌરાષ્ટ્રના તલાલા વિસ્તારમાં નોંધાયો હતો. 2023માં ગુજરાતમાં 4.0થી વધુ તીવ્રતાના 4 ભૂકંપો આવ્યા છે, જે કચ્છના દુધઈમાં 2, ખાવડા પંથકમાં 1, ઉત્તર ગુજરાતના વાવ પાસે એક નોંધાયેલ છે. જ્યારે 2021માં 4.0ની તીવ્રતાના 7 ભૂકંપો નોંધાયા હતા. આમ, એક વર્ષ બાદ ફરી ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધી છે.