મોરબીમાં 2.3 અને 1.9ની તીવ્રતાના બે જયારે અમરેલીમાં પણ કંપન અનુભવાયું
મોરબોમાં ગઈકાલે સાંજે 4:29 અને 5:20 કલાકે ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 1.9 અને 2.3ની રહી છે. આ ભૂકંપનું એપી સેન્ટર મોરબીથી 7 કિમિ જ દૂર નોંધાયું છે. આ ઉપરાંત અમરેલીમાં પણ બે આંચકા અનુભવાયા હતા.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 4:29 કલાકે મોરબીથી પાંચ કિમી દૂર ઇસ્ટ સાઉથ ઇસ્ટ ખાતે 1.9ની તીવ્રતાનો આંચકો ત્યારબાદ સાંજે 5:20 કલાકે મોરબીથી 7 કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે 2.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જયારે આજે મોડીરાતે 11:32 કલાકે અમરેલીથી 43 કિમી દૂર 1ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે અને ત્યારબાદ રાતે અમરેલીથી 45 કિમી દૂર 1.1ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. જો કે, આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.