વધતા જતા વિજળીના ઉપયોગથી આવનારા ૬૦૦ વર્ષમાં પૃથ્વી એક આગનો ગોળો બનવાની ભીતિ

બ્રહ્માંડને લગતા અવનવા સંશોધનો વૈજ્ઞાનિકો કરતા રહે છે પરંતુ માનવ જીવનને જોખમમાં મુકે તેવું બ્રીટીશનાં ભૌતિક શાસ્ત્ર વિદ્ સ્ટેફન હોકીંગ્ઝે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે માનવજાતને સચેત કરતા કહ્યું છે કે, આવનારા ૬૦૦ વર્ષમાં પૃથ્વી એક આગનો ગોળો બની જશે. પૃથ્વી પર વધતી જતી વસ્તી અને તેમના દ્વારા વીજળીનો વધતો જતો ઉપયોગ આ માટેનું કારણ બનશે.

હાલ, વીજળીનો ઉપયોગ વધી જઈ રહ્યો છે. જેમ-જેમ પૃથ્વી પરની વસ્તી વધશે તેમ વીજળીનો ઉપયોગ વધે તે સ્વાભાવિક છે. પરંતુ આ વધતા જતાં વીજળીના ઉપયોગથી માનવજીવન પર મોટું સંકટ ઉભુ થઈ શકે છે. જેના સંકેતો સ્ટેફન હોકીંગ્ઝે આપ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વર્ષ ૨૬૦૦ સુધીમાં પૃથ્વી ભયજનક આગનો ગોળો બનશે.

જેથી પૃથ્વી જેવા રહેણાંકના અન્ય ગ્રહ સંશોધન કરવું જોઈએ. આ ઉપરાંત સૂર્યની ફરતે ભ્રમણ કરતી પૃથ્વીની નજીકના ગ્રહની આસપાસ સંશોધન અર્થે મુસાફરી ન કરવી જોઈએ તેમ સ્ટાફને જણાવ્યું હતું.

બેઈજિંગમાં મળેલી એક સમીટમાં ધ વર્લ્ડ રીનોવ્ડ સાઈન્ટીસ્ટે એક વીડિયો રજુ કર્યો હતો અને આ અંગેની હકિકતો બતાવી હતી. હોકિંગ્ઝે સમીટમાં જણાવ્યું કે, આલ્ફા સેન્ચરી નામનો પૃથ્વીની નજીકનો ગ્રહ કે જે પૃથ્વીથી ૪૦ લાખ પ્રકાશ વર્ષ દૂર છે અને તે પૃથ્વી જેવો હોવાથી તેમાં માનવજીવનની શકયતા છે. હોકિંગ્ઝે કહ્યું કે, સંશોધન અર્થે આ આલ્ફા સેન્ચરીમાં જઈશું અને આવતા ૨૦ વર્ષમાં માનવજીવનના અવકાશના તારણો કાઢીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.