૫૪ કરોડ વર્ષોથી અગાઉની આવી પાંચ ઘટનાઓના અભ્યાસ બાદ અમેરિકાના સંશોધકોનું ચોંકાવનારુ તારણ
દરિયામાં કાર્બનની સપાટી વધવા જવા પામી છે. ત્યારે સમગ્ર વિશ્ર્વમાં છઠ્ઠીવાર જનવિનાશની શરુઆત થશે તેવુ ચોકાવનારુ તારણ એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે અને ચેતવણી પણ આપી છે કે જો માનનીય પ્રવૃતિ દ્વારા કાર્બનનું પ્રમાણ ઘટાડવવામાં નહિં આવે તો આપણી આગામી પેઢીને જનવિનાશનો સામનો કરવો પડી શકશે.
મેસેસ્યુએટ ઇન્સ્ટિટ્યુ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ ૫૪ કરોડ વર્ષોના આંકડાનું વિશ્ર્લેષણ કરીને આ અભ્યાસ તૈયાર કર્યો છે. જેમાં પાંચ વખત જન વિનાશની ઘટનાઓ પણ સામેલ હતી.
જેને કાર્બન સાયકલમાં ‘હોનારતની મર્યાદાને ઓળખી કાઢી છે. તેમાં જાણવા મળ્યુ છે કે જો મર્યાદાથી વધારો થાય તો તેનાથી વાતાવરણ અસ્થિર થશે અને એ જન વિનાશ તરફ વિશ્ર્વને લઇ જશે. અગાઉ આવી ઘટના આશરે ૬.૬ કરોડ વર્ષ અગાઉ બની હતી. તે ઘટનાને ક્રેટાસિયસ ટેરિસારી ઓક્ટિન્કશન તરીકે કહેવાય છે. તેમાં પૃથ્વી પરએ તૃતીયાંશ વનસ્પતિ અને જાનવરોનો નાશ થયો હતો.
એમ આઇટીના પ્રોફેસર ડેનિયલ રોથમેને મુળ ફિઝિકલ સિધ્ધાંતો પર એક સાધારણ ગણીતીય ફોર્મ્યુલા તૈયાર કર્યો હતો. આ ફોર્મ્યુલાથી સામુહિક જનવિનાશ ક્યારે થશે તેની આગાહી કરી શકાશે. રોથમેને છેલ્લા ૫૪.૨ કરોડ વર્ષોમાં ૩૧ જેટલી ઘટનાઓને ઓળખી કાઢી હતી જેમાં પૃથ્વીના કાર્બન સાયકલમાં નોંધપાત્ર ફેરફારો નોધાયા છે.
રોથમેને જણાવ્યું હતુ કે અમે એવુ નથી કહેતા કે આગામી દિવસે જ હોનારત થશે પણ જો તેના પર અંકુશ નહિં કરાય તો હોનારત સર્જી શકે તેમ છે.