લીલું ભવિષ્યએ સમૃધ્ધ ભવિષ્ય છે: વધુ સારી આવતીકાલ માટે આજે આપણા પ્લેનેટ માટે લડવું પડશે: 1970થી સેવ અર્થની વાત કરતું વિશ્ર્વ આજે ગ્લોબલ વોર્મિંગની ભયંકર સમસ્યા વચ્ચે જીવી રહી છે
આપણી પાસે રહેવા માટે બીજો ગ્રહ નથી ત્યારે આપણે જયાં નિવાસ સદીઓથી કરીએ છીએ તેનું જતન કરો: સૂર્યની વધતી જતી તેજસ્વીતા પૃથ્વીના જીવમંડળને બરબાદ કરી નાખશે
પૃથ્વીમાં મુખ્યત્વે લોહ, ઓકિસજન, સિલિકોન, નિકલ જેવા તત્વોની સાથે 71 ટકાથી વધુ પાણી છે, વાતાવરણમાં 77 ટકા નાઈટ્રોજન અને 21 ટકા ઓકિસજન છે
સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરવામાં એક વર્ષ એટલે કે 365 દિવસ, પાંચ કલાક, 48 મિનિટ અને 46 સેક્ધડ લાગે છે: એક ચાક્રાકારનો સમય 23 કલાક, 56 મિનિટ અને 4 સેક્ન્ડ લાગે છે, જેને આપણે એક દિવસ કહીએ છીએ
આપણે જે ગ્રહઉપર સદીઓથી નિવાસ કરીએ છીએ તેના જતન કે રક્ષણ કાજે વૈશ્ર્વિક જાગૃતિના ભાગ રૂપે 1970થી વર્લ્ડ અર્થ ડે ઉજવાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે સમગ્ર વિશ્ર્વ તકલીફ ભોગવી રહ્યુયં છે ત્યારે આ દિવસનું છેલ્લા પાંચ વર્ષમાં મહત્વ વધી ગયું છે. આપણે જ આપણાં સ્વાર્થ વિકાસ માટે પૃથ્વીનું પર્યાવરણ નષ્ટ કર્યુંને સામેથી ઘણી સમસ્યાને આમંત્રણ આપ્યું છે. આજે સૌ માની રહ્યા છે કે માનવીએજ પૃથ્વી બગાડી છે તો હવે તેજ તેનો બચાવ કરે. આ વર્ષના લડત સુત્રમાં પણ ઈનવેસ્ટ ઈન અવર પ્લેનેટ વાત કરીએ જેથી હવે પૃથ્વીના સવંર્ધન માટે સૌ ઈનવેસ્ટ કરીને બચાવકાર્યમાં જોડાય, ‘સેવ અર્થ’નો હેતુ પણ એજ છે.
ૈઆપણી પૃથ્વી માતા ના રક્ષણ અને તેના પર્યાવરણના જતન માટે સૌનો સાથ જરૂરી છે. વધતા જતા પ્રદષણે જીવન રક્ષક હવા બગાડતા ન ધારેલા રોગો ફાટી નીકળે છે.વૃક્ષોનું આડેધડ છેદન અને જંગલોનો નાશથી જીવસૃષ્ટિની લુપ્તતા ઘણી ભયંકર સ્થિતિ જોવા મળે છે. આબોહવા સાથે પર્યાવરણ બદલાતા ઋતુચક્રોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. પહેલા તો ચોમાસામાં જ વરસાદ આવતો હતો. પણ આજે તો ઉનાળો કે શિયાળામાં પણ વરસાદ આવે છે. કુદરતી વાતાવરણમાં માનવીના હસ્તક્ષેપ પૃથ્વીની સાથે તેના જમીનીસ્ત્રોતોને પણ નુકશાન પહોચાડયું છે. જમીનમાં પાણીના સ્તર નીચે ઉતરતા ઘણા દેશોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળે છે. પેટ્રોલ-ડીઝલ જેવા વિવિધ ખનીજોનો સ્ત્રોત પણ ઘટતા જતા પૃથ્વીવાસીએ હવે ચેતવાની જરૂર છે.પૃથ્વી દિવસની ઉજવણીમાં ટકાઉ વિકાસ અર્થશાસ્ત્ર અને રોકાણ, હિસ્સેદારીની ભાગીદારી સાથે વૈશ્ર્વિક સ્તરે અમલીકરણક્ષમતા નિર્માણ અને શિક્ષણના માધ્યમથકી ભાવિ પેઢીને લીલીછમ પૃથ્વી આપવાની આપણી સૌની ફરજ છે. લીલુ ભવિષ્ય એજ સમૃધ્ધ ભવિષ્ય છે તે ભુલવું ન જોઈએ મહાસાગરોમાં ઠલવાતો પ્લાસ્ટિક કચરો, અસહ્ય ગરમી, જંગલોમાં થતી ભીષણ દાવાનળની ઘટના, બરફના પહાડો ઓગળતા દરિયાની સપાટી ઉંચી આવતા સુનામી જેવી ઘટના નિર્માણ થાય છે. કલાઈમેન્ટ ચેન્જ એ પ્રકૃતિમાં માનવસર્જીત ભૂલ સભર ફેરફારોનું પરિણામ છે.
આપણી ધરતી માતાની માવજત માટે રૂડુ રોકાણ સૌ કરશે ત્યારે આપણે જીવન સારૂ જીવી શકીશું ઈકોસિસ્ટમ, પૂર્વવત કરવા યુ.એન.ના કાર્યકમ્રમનો આ પ્રથમ ધરતી દિવસ છે. ઈકોસિસ્ટમજ પૃથ્વી પરના તમામ જીવનો સહારો છે.સંયુકત રાષ્ટ્રનો એકટના કાર્યક્રમ કલાઈમેન્ટચેન્જ અને નિરંતર ટકાઉ પણા પરત્વે હવે વ્યકિતગત કાર્ય કરવાનું અભિયાન છે.આપણે પૃથ્વી બચાવ અભિયાનમાં ઘરની ઉર્જા બચાવી, વાહનનો ઓછો ઉપયોંગ, સાત્વીક ખોરાક લેવો, ખોરાકનો ઓછો બગાડ, પૂન; પ્રાપ્ત ઉર્જા સ્ત્રોતનોઉપયોગ, ઈલેકટ્રીક વાહનનો ઉપયોગ, ઈકોફ્રેન્ડલી ઉત્પાદનોનો વપરાશ વિગેરે બાબતે સભાનતા રાખવી પડશે. કલાઈમેન્ટચેન્જ જેવી વિવિધતા તેમજ પ્રદુષણના જોખમનો સામનો કરવા પ્રકૃતિ સાથે સૌમ્ય સુમેળ સાધવો જરૂરી છે.
પૃથ્વી દિવસ આપણે વૈશ્ર્વિક ખાદ્ય સંકટની પૃષ્ઠભૂમિમાં મનાવીરહ્યા છે, જેણે જળવાયું પરિવર્તનના કેટલાક નવા પ્રશ્ર્નો ઉભા કર્યા છે. પર્યાવરણ પર પ્રશ્ર્ન જયાં સુધી તાપમાન વધારાથી માનવીના ભવિષ્ય પર આવનાર સંકટ સુધી સિમિત હતુ ત્યાં સુધી વિકાશશીલ દેશોનું ધ્યાન એતરફ ગયું જ નહતુ. જલવાયું ચક્ર સંકટની અસર ખાદ્ય ઉત્પાદન પર પડી ત્યારે ખબર પડી આજે તો ખેડુત નકકી કરી શકતો નથી કે કયારે વાવણી કરવી નેકયારે કાપણી કરવી પર્યાવરણ સુધાર માટે સામુહિક પ્રયત્નો પર જોર લગાવવાનો સમય પાકી ગયો છે.
પૃથ્વી દિવસનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જેમાં ઉતર ગોળાર્ધના વસંત અને દક્ષિણગોળાર્ધના પાનખરને પ્રતિકરૂપે મનાવવામાં આવે છે. આજે એક દિવસ નહી આખુ વર્ષ રોજેરોજ પૃથ્વી દિવસ મનાવીને તેના રક્ષણ કાજે કાર્ય કરીને ધરતી માતાના ઋણનો થોડોભાર ઉતારી શકાય છે. 1990 પછી આ ઉજવણીનો વ્યાપ વધી ગયો છે. વિશ્ર્વના તમામ દેશો હવામાન પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગની અસરોથી બચવા માટે પ્રયત્નોને તીવ્રઅ કરવા આ દિવસ ઉજવી રહ્યા છે, જોકે આ એક ઉજવણી નથી પણ વૈશ્ર્વિક આંદોલન છે,તે કોઈ પણ નાત-જાત કે ધર્મની ઉજવણી નથી કે કોઈ રાષ્ટ્રની ઉજવણી નથી પૃથ્વીવાસીઓની પૃથ્વીને ફરી હરિયાળુી પર્યાવરણ આપવાનો એક પ્રયાસ છે,સહિયારો પ્રયાસ છે.
175 દેશોએ 2016માં પેરિસકરાર પર હસ્તાક્ષર કર્યા તે પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરવા જ સૌ એ નકકી કરેલુ યુ.એન.એ.પણ પૃથ્વી દિવસને ધ્યાને રાખી ને જ આ કરાર પસંદગી કરી હતી. આજે તો ઘણી સમસ્યા માનવસર્જીત અને કાર્બન ઉત્સર્જન ને કારણે જોવા મળે છે. આજે તો દુનિયાએ ઘણી બધી બાબતોમાં કડક નિર્ણયો લેવાનો સમય પાકી ગયો છે. ભાવિ નાગરીકોને આબાબતે જાગૃત કરીને તેની ગંભીરતા સમજાવવી જરૂરી છે. વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ઉપયોગ સાધનો બનાવો તો પણ આજે તમે થોડુ યોગદાન આપ્યું ગણાશે.
પૃથ્વી દિવસ ઉજવણી 1970માં શરૂ કરી જે આજે 53મી ઉજવણી ચાલી રહી છે. ત્યારે આપણે તો વર્ષેને વર્ષે તેને બગાડતા જ રહીએ છીએ. વૃક્ષો જંગલોના નાશ કરી રહ્યા છીએ. ત્યારે ભાવી પેઢીને આપણે કેવી પૃથ્વી આપવી છે તે નકકી આજે જ કરી લેવું પડશે. આજે સૌ એ આપણે કંઈ દિશા તરફ જઈ રહ્યા છીએ તે સમજવાની જરૂર છે. પૃથ્વી મુખ્યત્વે લોહ, ઓકિસજન, સિલિકોન, નિકલ જેવા તત્વોની છે જેમાં 71 ટકાથી વધુ પાણી છે. વાતાવરણમાં 77 ટકા નાઈટ્રોજન અને 21 ટકા ઓકિસજન છે.
1961માં યુરીગાગરીન બાહ્ય અવકાશમાં જનાર પૃથ્વી પરનો પ્રથમ માનવ હતો
લાખો-કરોડો જીવજંતુઓ અને મનુષ્યનું રહેઠાણ એટલે પૃથ્વી આખા બ્રહ્માંડનો એક માત્ર એવો ગ્રહ છે. જયાં જીવન જીવી શકાય છે. 4.54 અબજ વર્ષ પહેલા પૃથ્વીની રચના થઈ હતી અને આશરે એક અબજ વર્ષ પછી તેની સપાટી ઉપર જીવન શરૂ થયું હતુ. પૃથ્વીના જીવ મંડળના કારણે વાયુમંડળમાં અને અન્ય અજૈવિક પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો હવામાના જીવતંત્રોનું વિપુલ પ્રમાણમાં વિકાસ અને ઓઝોન સ્તરની રચનાની કારણે તથા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર સૂર્યના હાનિકારક કિરણોને પૃથ્વીની સપાયી પર પહોચતા અટકાવે છે, જેના કારણે પૃથ્વી પર માનવજીવન શકય બન્યું છે. શોધ…સંશોધનકારોના મત મુજબ હજી 1.5 અબજ વર્ષો સુધી માનવ જીવન ટકી શકશે. આ પછી સૂર્યની વધતી તેજસ્વીતા, પૃથ્વીના જીવમંડળને બરબાદ કરી નાખશે 1961માં યુરીગાગરીન બાહ્ય અવકાશમાં જનાર પૃથ્વીકરનો પ્રથમ માનવી હતો. સૂર્યની ફરતે પ્રદશિણા કરવામાં એક વર્ષ એટલેકે 365 દિવસ, પાંચ કલાક, 48 મીનીટ અને 46 સેક્ધડ જેટલો સમય લાગે છે. એક્ ચક્રાકારનો સમય 23 કલાક, 56 મિનિટ અને 4 સેક્ધડલાગે છે. જેને આપણે એક દિવસ કહીએ છીએ.
પૃથ્વીનો ઉપ્રગહ ચંદ્ર
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હંમેશા રહસ્યમય રહ્યો છે. આપણે તેને જોઈતો શકીએ છીએ પણ માત્ર એક બાજુ આપણને દેખાય છે. તેની અસરથી જ દરિયામાં ભરતી-ઓટ આવે છે. 1969 સુધી ત્યાં કોઈ ગયું જ નહતુ 2015 સુધીમાં માંડ 12 લોકો ચંદ્ર સુધી પહોચી શકયા છે. આ ગ્રહની ઢગલાબંધ માહિતી છતા આ ગ્રહ આવ્યો કયાંથી તે વૈજ્ઞાનિકો પણ સવાલ કરે છે 1600માં ગેલેલિયો એ શોધ્યું કે ચંદ્રની સપાટી પૃથ્વીને મળતી આવે છે.