મધમાખી વગર, મનુષ્યનું આયુ માત્ર ચાર વર્ષ: મધમાખી ઉછેર કેન્દ્ર થકી રોજગારી મેળવવાનું ચલણ વઘ્યું
રાજકોટના ૧પ૦ ફુટ રીંગ રોડ પર સાથો સાથ અમદાવાદમાં દર મહિનાના પહેલા રવિવારે બોડકદેવમાં પણ પંડયા હોલ પાસે જ આ રીતે વેચાણ કરવામાં આવે છે: હાલ સુરત, મોરબી, જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આ મધનું વેચાણ કરવામાં આવે છે
મધમાખી સૃષ્ટિ સાથે સંકળાયેલું અભિન્ન અંગ છે. મધને ધરતી પરનું અમૃત સમાન પદાર્થ ગણવામાં આવે છે. ત્યારે મધ મેળવી રોજગારી મેળવવા માટે મધમાખી ઉછેર કેન્દ્ર તરફ લોકોનું આકર્ષણ વધતું જાય છે. ઇટાલીયન મધમાખીનો ઉછેર કરવાનું વધુ ચલણમાં છે.
મધમાખી ઉછેર માટે એક પેડીને ખુલ્લા ખેતરમાં મુકવામાં આવે છે અને પછી મધમાખીને મોકળા ખેતરમાં ખુલ્લા મુકી દેવામાં આવે છે. આ મધમાખી તેના રહેણાંક સ્થાનથી અંદાજીત ૩ કિલોમીટરના વિસ્તારમાં જ રહેતી હોય છે. અને તે એક સમયે એક માખી ૩૦ ગ્રામ જેટલું મધ લઇને આવતું હોય છે. મધમાખીને અજમા, રાય, ધાણા, સૂર્યમુખી વાળા ખેતરોમાં આ પેટીને મુકવામાં આવતી હોય છે. એક પેઢીમાં આશરે ૩૦ હજાર જેટલી મધમાખી રહેતી હોય છે. જે રસ એકત્ર કરવાનું કામ કરતી હોય છે. આ પેટીને ભરાતા ર૦ દિવસ જેટલો સમય લાગતો હોય છે.
સૌ પ્રથમ તો આ પેઢીને ખેતરમાં લાવી વિવિધ જગ્યાઓ પર રાખવામાં આવતી હોય છે. અને આ પેઢીને સામાન્ય રીતે ભરાતા ૧પ-ર૦ દિવસ જેટલો સમય ગાળો લાગે છે. ત્યારબાદ મધ એકત્ર થઇ ગયા પછી તેને તે પેટીમાં રહેલ પ્લેટને સાફ કરીને તેને સુરક્ષીત જગ્યા પર લઇ જઇને આ પ્લેટનું કેપીંગ કરવામાં આવે છે. અને કેપીંગ કરેલ પ્લેટને ત્યારબાદ મીકસરમાં રાખીને તેને ફેરવવામાં આવે છે. તેનાથી તે છિદ્રમાં રહેલું મધ તેમાંથી નીકળી જાય અને આ મીકસની ખાસીયત જોઇ તો તે પ્લેટમાં મધમાખીએ મુકેલ ઇંડાને કઇ નુકશાન થવા દેતું નથી. તે રીતે તેમાંથી મધ નીકળે છે.અને મધ નીકળ્યા બાદ તેને ફિલ્ટર થઇ તેને એક પાત્રમાં ભરી લેવામાં આવે છે. ત્યારબાદ આ મધ પેકીંગ થવા માટે કંપનીઓમાં જતું હોય છે.
મોરબી તાલુકાના અમરણ ચોવીસીમાં સ્થિત જીવાપર ગામ ખાતે વી.ડી. બાલા તથા તેમની ટીમ દ્વારા એક મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવવામાં આવે છે. જે વિવિધ ખેતરોમાં મધમાખીને લઇ જઇને તેને ખેતરમાં મુકવામાં આવે છે. સીઝન પ્રમાણે તેને અલગ અલગ ખેતરોમાં લઇ જવામાં આવે છે. જયારે ઉનાળાની ઋતુમાં ફુલ આવતા નથી. ત્યારે મહારાષ્ટ્રમાં સૂર્યમુખીની વાડીઓમાં લઇ જવામાં આવે છે અને આ રીતે તે મધમાખીઓનું જતા કરે છે.
મધમાખી એક વખતમાં ૩૦ ગ્રામ જેટલું મધ આપે છે:વી.ડી.બાલા
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન નવરંગ નેચર કલબના પ્રમુખ તથા મધમાખી ઉછેર કેન્દ્ર સંચાલક વી.ડી.બાલાએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં મધમાખીની ચાર જાત છે. જે બધી દેશી છે. તે તેજ અને આક્રમક હોવાના કારણે તેને પાળી શકાતી નથી. જેની સામે ઇટાલીયન મધમાખી તે શાંત હોવાના કારણે તેને ઉછેરી શકાય છે.
સામાન્ય રીતે આ મધમાખી સૂર્યમુખી, રાયડો, અજમો જેવા ખેતરોમાં જઇને તેમના ફૂલોમાંથી રસ એકત્ર કરી તેમાંથી મધ બનાવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મધએ પૃથ્વી પરનું અમૃત કહી શકાય અને પૃથ્વી પર પહેલું ગળપણ તરીકે મધને ગણી શકાય. અને મધમાખીને પહેલો કંદોઇ તરીકે ગણી શકાય. કારણ કે તેને સૌ પ્રથમ વખત મિઠાઇ બનાવી એટલે આ મધ શ્રેષ્ઠ હોવાના કારણે પંચામૃતમાં વાણરવામાં આવી છે. મધમાખીએ એક એવું જંતુ છે તે એક વખતમાં ૩૦ ગ્રામ જેટલું મધ બનાવે છે તેમાં મનુષ્યની સાથે સાથે અન્ય જીવો માટે પણ તે મધ બનાવતું હોય છે. જેમ કે હનીલુસ, રીંછ જેવા પ્રાણીઓ માટે પણ તે મધ તૈયાર કરતું હોય છે. અને આ એક પેટીને તૈયાર કરતાં ૧પ થી ર૦ દિવસ જેટલો સમયગાળો લાગતો હોય છે. સામાન્ય રીતે આ મધમાખીનું આયુષ્ય પ થી ૭ મહીના હોય છે. અને તૈયાર થયેલું મધ કયારેય બગડતું નથી. અને ખાસ તો લોકોને એ સંદેશો આપવાનો કે જો તેમના ઘરની આજુબાજુ મધપુડો દેખાય જાય તો તેને ભગાડવાને બદલે તેને ત્યાં ઉછેરવા દેવો જોઇએ.
અમારી પાસે તેરસો જેટલી પેટીઓ છે. આનાથી ત્રીસ જેટલા મજુરોને મજૂરી મળી રહે છે તેથી આ માખી ઉછેરથી રોજગારી પણ મેળવી શકાય છે. ખેડુતોને પણ એક વિનંતી છે કે જો તમે ગાયો ભેંસોની સાથે સાથે ચાર પાંચ મધમાખીની પેટી પણ રાખવી જોઇએ. જેથી આપને ત્યાં મળતા પાક જલ્દી ખિલશે અને એકત્ર થયેલ મધનો પણ ઉપયોગ કરી શકે છે. અને મધમાખી મનુષ્યના જીવનમાં ન હોય તો મનુષ્ય વધુમાં વધુ ચાર વર્ષ જીવી શકે છે. કારણ કે જે કાંઇ ઉત્પાદન થાય છે તે મધમાખીઓને આધારીત છે. મધમાખીને આપણે અન્નપૂર્ણાપણ કહી શકીએ છીએ ને આ મધની કિંમત એટલી સસ્તી હોય છે કે સામાન્ય માણસ પણ લઇ શકે છે. કિલોના ર૪૦ પિયા હોય છે.મધનો ઉપયોગ વધુ કરવો જોઇએ. જેમ કે સવારમાં મધ રોટલી, મધ અને પાણી, મધ અને આદુ સાથે લઇ શકાય છે. તેથી મનુષ્યની તંદુરસ્તી પણ જળવાય રહે છે.