નવા શોધાયેલા ૧૦ ગ્રહો ઉપર પાણી અને જીવન લાયક વાતાવરણ
હોવાની નાસાની ધારણા
નાસા દ્વારા પૃથ્વી જેવડા નવા ૧૦ ગ્રહોની શોધ કરવામાં આવી છે. આ ગ્રહો ઉપર પાણી અને જીવન લાયક વાતાવરણ હોવાની અપેક્ષા નાસાને છે. આ ઉપરાંત આકાશગંગામાં પૃથ્વી જેવડા એક બે નહી પરંતુ ૫૦ ગ્રહો હોવાની ધારણા પણ નાસાની છે.
નાસા દ્વારા આવકાશમાં નવા સંશોધનો માટે કેપ્લર મીશન ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમે આપણી આકાશગંગાની બહારના ગ્રહોની પણ ભાળ મેળવી છે. નવા શોધાયેલા દસેય ગ્રહો પૃથ્વી જેવડા છે. તેમજ પૃથ્વીની જેમ તેના સુરજની આસપાસ ચકકર કાપે છે.
હાલ ગેલેકસીમાં એબીટેબલ ઝોનમાં ૫૦થી વધુ ગ્રહો પૃથ્વીના કદ જેવડા છે. જેમાંથી કેટલાક ગ્રહો ઉપર પાણી તેમજ જીવનને અનુકુળ વાતાવરણ હોવાની ધારણા નાસાની છે. આ ગ્રહોની તપાસથી આકાશગંગાના અનેક રાજ ખૂલશે તેવું સંશોધકોનું માનવું છે. નાસાના કેપ્લર ટેલીસ્કોપને ખૂબજ શકિતશાળી માનવામાં આવે છે. આ ટેલીસ્કોપે અનેક લઘુગ્રહો અને ગ્રહોની શોધ કરી છે. ૧૫૦,૦૦૦ તારાઓનું જીણવટથી સંશોધન પણ કર્યું છે.