ચોકકસ એન્ટીફંગસ દવાઓ અને સમયસરની સારવાર ખુબ જ મહત્વની: ડો. આકાશ દોશી
હાલ આપણે સૌ કોરોનાની વિકટ પરિસ્થિતિ સાથે લડી રહ્યા છીએ ત્યારે તેની સાથે સાથે મ્યુકોર માઇકોસીસ (બ્લેક ફંગસ) (ઇન્ફેકશન) નું પ્રમાણ દિવસે ને દિવસે ખુબ જ વધતું જાય છે. આ માટે રાજકોટ અને સૌરાષ્ટ્રના સૌ પ્રથમ ઇન્ફેકશ્યસ ડીઝીઝ સ્પેશ્યાલીસ્ટ ડો. આકાશ દોશી હવે રાજકોટના એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમાં ફુલટાઇમ ઉપલબ્ધ છે. તેમણે હિન્દુજા હોસ્પિટલ મુંબઇથી ઇન્ફેકશ્યસ ડીઝીઝમાં ફેલોવશીપ કરેલ છે.
કોરોના કાળમાં રોગ પ્રતિકારક શકિત ઓછી હોય અનેજેને કોવિડ થઇ ગયો હોય તથા ફંગલ ઇન્ફેકશન્સ (મયુકોર અને કેન્ડીડા વિ.) આ રોગ ડાયાબીટીશના દર્દી તથા જેમની રોગપ્રતિકારક ઓછી ધરાવતા દર્દીઓમાં જોવા મળે છે અને એવા દર્દીઓમાં ભારે તથા જીવલેણ ઇન્ડેકશનનું પ્રમાણ ખાસ જોવામાં આવ્યું. એમાંથી જ એક પ્રકારનું ઇન્ફેકશન છે. મ્યુકોરમાઇક્રોસીસ, સામાન્ય રીતે દર્દીઓમાં જોવા મળતા ઇન્યફેકશન્સ ટયુબર કયુલોસીસ, બ્રુસેલોસીસ, મયુકોર, કેન્ડીડા, ટાઇફોઇડ અને પેટના અન્ય ચેપ, એચ.આઇ.વી. એઇડસ હાડકા અને સાંધાના ઇન્ફેકશન્સ હોય છે.
હાલમાં જ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં જસદણથી આવેલ એક 38 વર્ષના મહિલાને જેનું પહેલી વખત અતિયંત્રીત ડાયાબીટીસનું નિદાન થયું હતું. અને એમણે 1પ દિવસથી ચહેરા પર દુખાવો, ખાલી ચડવી અને ખાવાનું ગળવાની તકલીફ હતી. જેની સારવાર વોકહાર્ટ હોસ્પિટલના નિષ્ણાંત ઇન્યેકશન સ્પેશ્યાલીસ્ટ ડો. આકાશ દોશીના માર્ગદર્શન હેઠળ હતી. જેના રિપોર્ટસમાં સી.ટી. સ્કેન અને સાઇનસમાં ભારે ઇન્ફેકશન તથા સોજો જોવો મળ્યો. દર્દીને તાત્કાલીક અને સમયનો વિલંબ કર્યા વિના ઓપરેશન માટે ખસેડવામાં આવ્યા.
ડો. આકાશ દોશી ના જણાવ્યા મુજબ દર્દીને લાગુ પડે તેવી એન્ટીફંગલ દવા આપવામાં આવી. આવા રોગોમાં દર્દીની સારવારમાં ઓપરેશન અને યોગ્ય એન્ટીફંગલ દવાઓ બન્ને મહત્વના છે.
બજારમાં ઘણી જાતનો એન્ટીફંગલ દવા મળે છે. પરંતુ દર્દીની સ્થિતિમાં કઇ પ્રકારની અને કયા ડોઝમાં એન્ટીફંગલ દવા આપવામાં આવે એ મહત્વનુ: હોય છે અને એનો નિર્ણય ઇન્ફેકશન ડીસીસ સ્પેશ્યાલીસ્ટ કરતા હોય છે.વહેલા નિદાન અને યોગ્ય સારવારથી 70 થી 80 ટકા કેસમાં સફળતા મળતી હોય છે.
આવા ઇન્ફેકશનથી બચવા માટે એક ઉપાય છે. રસીકરણ, સામાન્ય રીતે રસીકરણ ફકત બાળકો માટે હોય છે.તેવી માન્યતા આપણા બધામાં છે. પરંતુ જેમ જેમ ઇન્ફેકશન્સનું પ્રમાણ અને ફેલાવો વઘ્યા છે. તેમ તેમ આવા રોગ જેમ કે કોવિડ-19 સ્વાઇન, ફલુ સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેકશન ઝેરી કમળા, ટાઇફોઇડ, રસીકરણની સુવિધા પુખ્ત વયના લોકો માટે ઉપલબ્ધ છે. એના વિશે સમાજમાં જાગૃતિ લાવવી જરુરી છે.