બાલભવન દ્વારા ૫ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે અર્વાચીન દાંડિયારાસનું એક અદકેતરું આયોજન કરી નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સાઝ ઔર અવાજ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે બાળકો ધુમ મચાવે છે. ૫ થી ૧૦ વર્ષનું એ-ગ્રુપ અને ૧૧ થી ૧૬ વર્ષનું બી ગ્રુપ મળી રોજના કુલ ૫૦ બાળકો તથા ડેઈલી પાસના ૫ બાળકો સહિત કુલ ૫૫ બાળકોને ઈનામોથી નવાઝવામાં આવ્યા હતા. વિજેતા બાળકોને મુખ્ય મહેમાનો ગાયત્રીબા વાઘેલા, પ્રાદેશિક કોંગ્રેસ પક્ષ પ્રમુખ સ્મીતાબેન ઝાલા, રેણુકાબેન ઠકકર, નયનાબેન ભટ્ટના હસ્તે ઈનામો આપી નવાઝવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે જીજ્ઞાબેન પુજારા, હેતાબેન ચૌહાણ, હિનબેન પીઠડીયા તથા પ્રાચીબેન કોટકે સેવા આપી હતી.
બાલભવન દ્વારા અર્વાચીન દાંડિયાનું અદકે આયોજન
Previous Articleખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ બાળકોએ કરી આરતી
Next Article અબતક ન્યુઝ-11-10-2018