ઉનાળાના આરામ બાદ જગતાત કામે વળગ્યા : વરસાદની આતુરતા પૂર્વક રાહ
ટંકારા પંથકમાં આગોતરૂ વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે. વરસાદ થોડો પાછળ જતો રહ્યો છે. ત્યારે ખેડૂતોએ સૂકી જમીનમાં કપાસ મુકવાની કામગીરી શરૂ કરી છે. ઉનાળાના આરામ બાદ ફરી જગતતાત કામે વળગીને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ટંકારા પંથકમાં કપાસના વાવેતરના કામમા ખેડૂતો જોતરાય ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસુ થોડું મોડું બેસવાનું છે. પરંતુ ખેડૂતોએ તો સૂકી જમીન પર કપાસનું વાવેતર શરૂ કરી દીધું છે. ઉનાળાની રજા બાદ ખેડૂતના પરિવારો ખેતીકામમાં જોતરાઈ ગયા છે. હાલ ખેડૂતો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.