‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચા માં એલોપેથીના બે નિષ્ણાંત ડો. મયંક ઠકકર અને ડો. યશ રાણાએ મશીનથી થતા નિદાનનું પરફેકશન કેટલું ? અંગે અત્રે ચર્ચા રજુ કરેલ છે

માનવીનું આયુષ્ય વધતા રોગની જાણકારી વધી છે જેમાં ગીરીરાજ હોસ્પિટલના ડો. મયંક ઠકકર અને એચ.સી. જી. હોસ્પિટલના ડો. યશ રાણાએ રોગોના નિદાન માટે ચોકકસતા કંઇ રીતે રાખવી તથા અત્યારથી થતા મશીનના નિદાનની ચોકકસતા અંગે રજુઆત કરી છે.

પ્રશ્ર્ન:- કોઇપણ નાની મોટી બિમારીમાં નિદાનનું માહત્મ્ય કેટલું ?

જવાબ:- ડો. મયંક ઠકકરના જણાવ્યા મુજબ નિદાન માટે બિમારી આવે તો સૌપ્રથમ ડોકટરે જોવું પડશે કે સારવાર શું છે? કેટલો સમય લાગશે. રિઝલ્ટ શું છે? વગેરે બાબતો રોગ આવ્યા પછી ડોકટર પાસે જવું ખુબ જરુરી બને છે. શરીરમાં રોગ આવ્યો છે તો નિદાન કરવું જરુરી છે. નિદાન વગર સારવાર કરશું તો કેટલું પરિણામ મળ્યું છે? અને કેટલું પરિણામ કયારે મળશે તો જોવું શકય નારૂ થાય, માટે રોગ આવ્યે નિદાન કરવું ખુબ જરુરી બને છે.

પ્રશ્ર્ન:- વર્ષો પહેલા પણ નિદાન  થતા હતા અને આજે સાધનો સુવિધાઓ વચ્ચે પણ નિદાન થાય છે તો બન્ને વચ્ચે શું તફાવત છે?

જવાબ:- ડો. યશ રાણાના જણાવ્યા મુજબ મુળતફાવત પહેલા ઇલેકટ્રોનિ સાધનો કે ટેકનોલોજી ન હતા, જે અત્યારે સવલતો વધી છે. ડોકટરો જોવા જાય તો ડોકટરોની સંખ્યા હાલના તબકકામાં વધી છે. અત્યારના યુગમાં ઇન્ટરનેટના ઉપયોગથી લોકો પોતાની રીતે રોગના નિવારણ શોધે છે. અને ડોકટરને બીજા સ્થાને મૂકી દીધા છે.

જયારે શરદી થવી:, તાવ આવવો, ઉઘરસ આવવી, દુ:ખાવો થવો વગેરે બિમારોના લક્ષણો છે. જેની વ્યવસ્થિત નોંધ રાખવી જરુરી છે. જેને કારણે લોકો મુઝવણ અનુભવે છે. પરંતુ નિદાનમાં પહેલા પણ ચોકકસતા હતી અને ત્યારે પણ ચોકકસતા છે. લોકોને શંકાનું સમાધાન થાય તે માટે બે કે ત્રણ જગ્યાએ પૂછીને નિદાનમાં આગળ વધતા હોય છે.

પ્રશ્ર્ન:- ‘સેલ્ફ મેડિકેશ’ મોટી સમસ્યા છે તો પોતાની રીતે દવા લઇ આવવી કે નિદાન કરવું એ કેટલા અંશે વાજબી છે?

જવાબ:- ડો. મયંક ઠકકરના જણાવ્યા મુજબ અધુરુ જ્ઞાન એ ભયજનક હોય છે પહેલાના સમયમાં આટલા રોગો  મળતા ન હતા. પહેલા સમયમાં આયુષ્ય મોટુ ન હતું. વડીલોમાં જોઇ તો 60, 65 કે 67 વર્ષ હતી જે હવે વધીને 85 જેટલા વર્ષ જોવા મળે છે. નિદાન વધવાના કારણે સાયન્સ આગળ આવવાને કારણે ફાયદો થયો છે. લોકોની શરીરની તાસીર ઉપર ઘ્યાન રાખવું જરુરી છે જેના કારણે લોકોને રોગની અસર તેની તાસીર ઉપર આધાર રાખે છે.

અત્યારે એક દવાનું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓ  જોવા મળે છે. જેની અસરો સરખી જ હોય છે. ડોકટરો દવા લખે તો નવીન લાગે છે પરંતુ તેના ક્ધટેઇન્ટદ  સરખા હોય છે ફકત કંપની બદલાય છે.

ઘણી દવાઓની સાઇડ ઇફેકટ હોય છે બધી જ પેથીમાં સાઇડ ઇફેકટ હોય છે જો આપણે રોટલી કે દુધ વધુ માત્રા લઇએ તો ઉલ્ટી થઇ જાય છે તેમ દવામાં પણ વધુ માત્રામાં લેવાય જાય તો તેની સાઇડ ઇફેકટ થતી હોય છે.

પ્રશ્ર્ન:- સ્પેશ્યલાઇઝેશન વઘ્યું છે પરંતુ પરફેકશન વઘ્યું નથી? આ વાત કેટલી સાચી ?

જવાબ:- ડો. યશ રાણાના જણાવ્યા મુજબ લોકોની એક માનસિકતા હોય છે કે હું પીળી ગોળી લઉ તો જ સારું લાગે, તાવની આ દવા લઉ તો જ સારું લાગે એમ દવા બધા ઉપર એક જ સરખી અસર કરે એવું જરુરી નથી. એક જ દવા બીજા કોઇને આડઅસર કરે છે, તો લોકોના શરીરની તાસીર ઉપર આધાર રાખે છે કે તેને દવા કેવી રીતે અસર કરે છે.

પ્રશ્ર્ન:- અત્યારના સ્પેશ્યલાઇઝેશન વઘ્યું છે સુવિધા વધી છે તો નિદાનમાં પરફેકશન નથી, લોકો કેમ પિડાય છે?

જવાબ:- ડો. મયંક ઠકકરના જણાવ્યા મુજબ હાલમાં જોવા જઇએ તો વડીલોની સંખ્યા વધી છે. અત્યારની મેડીકલ ક્ષેત્રની સુવિધા વધવાથી નિદાનમાં ચોકકસતા આવી છે. પહેલા લોકો ઓછું જીવતા હતા. અત્યારના સુવિધાઓ અને ટેકનોલોજી વધતા નિદાન વઘ્યું છે. જેને કારણે આયુષ્યમાં વધારો થયો છે.

પ્રશ્ર્ન:- ડોકટર બદલાય એમ નિદાન બદલાય છે એવી લોકોની માન્યતા છે, એવું કેમ થાય છે?

જવાબ:- ડો. મયંક ઠકકરના જણાવ્યા મુજબ લોકોની તાસીર અલગ અલગ હોય છે. જેમાં રોગોને ઘ્યાનમાં રાખીને નિદાન કરાય છે. જેમાં મુલ્યાંકન રુપે બેકટેરીયાથી રોગ થતા હોય ફંગસથી રોગ થતા હોય વાઇરસ થી રોગ થતા હોય તો તેમાં રોગને સમજવું જરુરી બને છે. સૌ પ્રથમ બિમાર પડીએ તો રોગ શેના કારણ થયો છે તે સમજવું જરૂરી છે અન તેના ચોકકસ નિદાન માટે અત્યારના ટેકનોલોજી મુજબ અને તાસીરને ઘ્યાનમાં રાખીને નિદાન કરવું જરુરી છે.

મશીનોથી થતું નિદાન 100 ટકા  સચોટ છે કે નહિ ?

  • સાયન્સ અને ટેકનોલોજીને કારણે નિદાનની પારદર્શકતા વધે છે.
  •  ચોકકસ નિદાન માટે જ મશીન દ્વારા ટેસ્ટ કરાવાનું કહેવાતું હોય છે
  • – ડો. યોગેશ રાણા

અત્યારની બધી માહીતીનું મૂલ્યાંકન થાય છે અને તે ઉપરથી એ.આઇ. આર્ટીફિશય ઇન્ટેલિજન્સીનું મૂલ્યાંકન હોય છે. અને ભવિષ્યમાં તેના દ્વારા જ નિદાન પણ કરી દેવામાં આવશે

  • – ડો. મયંક ઠકકર

‘એક હાથે તાળી ન વાગે’ એમ જ ડોકટરના પ્રયાસની સાથે સાથે દર્દીનો પૂરતો સહકાર જરુરી હોય છે. અને દર્દીએ નિદાન માટે સાચા વ્યકિત અને અનુભવીની સલાહ લેવી જોઇએ જેથી ચોકકસ પણે રોગનું નિદાન થઇ શકે.

  • – ડો. યશ રાણા

ડો. મયંક ઠકકર લોકોએ એક સારા ડોકટર ઉપર વિશ્ર્વાસ રાખીને ચાલવું જોઇએ  એક જ નિદાન માટે અલગ અલગ જગ્યા પર જઇને ખોટી મુંઝવણ ઉભી ન કરવી જોઇએ. એડવાઇઝ ચોકકસ લેવી જોઇએ. પરંતુ એક જ ડોકટર પર વિષવાશ રાખીને નિદાન કરાવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.