અબતક રાજકોટ
આજે ઉઘડતા સપ્તાહે ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ખુલ્યા હતા તો બેન્ક નિફ્ટીમાં જબરો કડાકો બોલી ગયો હતો. બુલિયન બજારમાં પણ મંદીનો ઓછાયો વર્તાય હતો.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે સાત પરીક્ષા જેટલો તૂટ્યો હતો.
આજે સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ અને નિફ્ટી રેડઝોનમાં રોકાણકારોમાં થોડી નિરાશા વ્યાપી જવા પામી હતી.જ્યારે ઉઘડતી બજારે સેન્સેકસ ૬૦૦ પોઇન્ટની સપાટી તોડી હતી. તો નિફ્ટીમાં પણ ભારે કડાકા જોવા મળ્યા હતા.બેંક નિફ્ટીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.જેના કારણે તમામ બેન્કિંગ શેરોમાં ભારે કડાકો બોલ્યો હતો પણ આજે ભારે નરમાશ વર્તાઈ હતી.સોનું અને ચાંદીના ભાવમાં જબરો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં ૩૫૦થી પણ વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.આજની તેજીમાં ઈનફોસીસી,ટાટા સ્ટીલ,વીપ્રો જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો મોટાભાગની બેંકો તૂટી હતી.
આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૧૮૪ પોઇન્ટના ઘટાડા સાથે ૫૨,૨૯૦અને નિફ્ટી ૭૨ પોઇન્ટ ઘટાડા સાથે ૧૫૭૨૭ કામકાજ કરી રહી છે.અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સાત પૈસાના ઘટાડા સાથે તો ૭૩.૧૪ પર ટ્રેડ કરી રહ્યો છે.