હવે ખાસ ઇઅર ટેગ બનશે પશુઓનું આધાર-કાર્ડ

ભારત સરકારનાં  ઇન્ફફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડકટીવીટી એન્ડ હેલ્થ  (ઈંગઅઙઇં) કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લાનાં ગાય તેમજ ભેંસ વર્ગના લગભગ ૮.૮૭  લાખ જેટલા પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપે  ટુંક્માં શરૂ કરવામાં આવનાર છે. આ ઇઅર ટેગિંગ એક પ્રકારે પશુઓનાં આધાર કાર્ડ સમાન છે. જેમાં દરેક પશુને કાનમાં ઇઅર ટેગ લગાડી બારકોડેડ યુનિક આઇડેન્ટિફિકેશન (ઞઈંઉ) આપી તેની ઓળખ, ઉમર, વેતર, માલીકનું નામ, ગામ, મોબાઇલ નંબર વગેરે વિગતો આ માટેનાં ખાસ  ઈંગઅઙઇં સોફટવેરમાં નોંધવામાં આવશે. જેના થકી પશુનાં વેકસીનેશન, કૃત્રિમ બીજદાન, ડિવર્મિંગ વગેરેને લગતી  આનુસાંગિક માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે.  તેમજ ભવિષ્યમાં અછત, પુર, અતિવૃષ્ટિ કે અન્ય કોઇ પણ ડિઝાસ્ટર અંતર્ગત પશુઓને સહાય તેમજ  નુકશાન, મૃત્યુ વખતે વળતર, લોન, સરકારી યોજનાઓ વગેરે વિવિધ કામગીરી સમયસર કરવા માટે આ ઇઅર ટેગિંગ આધારરૂપ સાબિત  થશે. હાલમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કચ્છ સહિત જે જિલ્લાઓમાં ૫૦% કરતાં ઓછું કૃત્રિમ બીજદાન થતું હોય ત્યાં રાષ્ટ્રિય કૃત્રિમ બીજદાન કાર્યક્રમ  ચાલુ છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશુપાલકો ઓછા પણ વધુ દુધ આપતા પશુઓ રાખી પોતાના  નફાનું પ્રમાણ વધારી શકે તે માટે  ઉચ્ચ ઓલાદનાં નર પશુનાં વીર્યબીજ થી સારી ઓલાદનાં પશુઓ મેળવવાનો છે. જેમાં ચાલુ વર્ષે અત્યાર સુધી તેર હજારથી વધુ પશુઓને કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવાયા છે. જીલ્લા પંચાયત ઉપરાંત  રાજ્ય સરકાર હસ્તકની પશુપાલન કચેરીઓ, સહકારી દુધ સંઘ (સરહદ ડેરી) તેમજ ડી.એમ.એફ. યોજનાનાં કૃત્રિમ બીજદાન કેન્દ્રો  દ્વારા આ કામગીરી હાલ ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.