મુસાફરોને મળશે અદ્યતન સુવિધા સાથે આરામદાયક સવારી
૨૦૧૭ પહેલાની બધી વોલ્વો પાછી ખેંચાશે અને દરેક રૂટ પર નવી વોલ્વો દોડાવાશે
પ્રથમ તબકકામાં રાજકોટ, અમદાવાદ, જામનગર, સોમનાથ, શિરડી, ભીલવાડા અને દિલ્હી રૂટ ઉપર ૩૨ નોવેકસ વોલ્વો દોડશે
ટ્રાવેલ્સના બિઝનેસમાં પાયોનીયર ગણાતા ઈગલ કોર્પોરેશન હંમેશા પ્રવાસીઓ માટે નવી-નવી સુવિધા લાવવામાં તત્પર રહે છે. જે હેતુથી ઈગલ કોર્પોરેશન ‘નોવેકસ’ બ્રાન્ડના માધ્યમથી નવી અદ્યતન ૯૫ બસો આવી રહી છે જેનું લોન્ચીંગ આજરોજ રાજકોટની રેજન્સી લગુંસ હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું.
અને પત્રકાર પરીષદ પણ યોજી હતી. આ પત્રકાર પરીષદમાં નોવેકસ ઈગલ કોર્પોરેશન પ્રાઈવેટ લિ.ના ચેરમેન અને એમ.ડી.જયેન્દ્રભાઈ બવારીયાના અને તેના પુત્ર દર્શન બવારીયા સહિત તેમનો પરીવાર પણ હાજર રહ્યો હતો. તેમજ નોવેકસ વોલ્વો બસના લોન્ચીંગ પ્રસંગે રાજકોટના મેયર ડો.બીનાબેન આચાર્ય અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી હાજર રહ્યા હતા.નોવેકસની ૯૫ બસો ૩ તબકકામાં દોડશે અને અદ્યતન સુવિધા સાથે આરામદાયક મુસાફરી લોકો કરી શકશે. તમામ પ્રકારની સુવિધા તેમજ સ્કેનિયા બસથી પણ ૧૦૦ રૂપીયા ઓછા ભાડે લોકો મુસાફરી કરી શકશે. ૨૦૧૮ના વર્ષમાં ઈગલ કોર્પોરેશન લીમીટેડ હરણફાળ ભરવા જઈ રહી છે અને ખાસ પ્રકારની ડીઝાઈન ધરાવતી નોવેકસ બ્રાન્ડની ૯૫ બસનો કાફલો લાવી રહી છે.
નોવેકસ એ ઈગલ કોર્પોરેશન પ્રાઈવેટ લીમીટેડના ચેરમેન અને એમ.ડી.જયેન્દ્રભાઈ બવારીયાના પુત્ર દર્શન બવારીયાનું બ્રેઈન ચાઈલ્ડ છે. દર્શન બવારીયાએ ટ્રાવેલ્સના બિઝનેસમાં નવી શકિતનો સંચાર કરાવ્યો છે અને સંપૂર્ણપણે પ્રોફેશનલ એપ્રોચ શરૂ કર્યો છે. ઈગલ નામમાં વિશ્વાસ મુકનાર તમામ મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ થાય અને તેમને આ પ્રકારનો અનુભવ આજીવન મળતો રહે તેવો પ્રયાસ કરાયો છે.ઈગલ કોર્પોરેશન પ્રાઈવેટ લીમીટેડના ચેરમેન અને એમ.ડી.જયેન્દ્રભાઈ બવારીયાએ આજે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, ઈગલ કોર્પોરેશન પ્રાઈવેટ લીમીટેડ છેલ્લા ૪૦ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. ૧૯૭૮માં સ્વ.રસિકભાઈ ગોળવાળાએ ઈગલની સ્થાપના કરી હતી.
ઈગલની સ્થાપનાથી લઈને અત્યાર સુધીની ૪૦ વર્ષની યાત્રામાં ઈગલ કોર્પોરેશને ટ્રાવેલિંગ ક્ષેત્રે મુસાફરોને અનેક સુવિધાઓ પુરી પાડી છે, એટલું જ નહીં અનેક એવી સેવાઓ છે જે શ કરવામાં ઈગલ સર્વપ્રથમ રહ્યું છે. આ તકે તેનો ઉલ્લેખ કરવો જરી ગણાય છે.
નોવેકસ અદ્યતન બસ સેવાને તબકકાવાર સમગ્ર દેશને આવરી લેવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશમાંથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. પ્રથમ તબકકામાં રાજકોટ-અમદાવાદ, જામનગર-અમદાવાદ, સોમનાથ-અમદાવાદ, સોમનાથ-વડોદરા, જુનાગઢ-અમદાવાદ, દ્વારકા-અમદાવાદ સહિતના રૂટ પર નોવેક્ષ વોલ્વો દોડશે. ત્યારબાદ ભારતભરમાં ૯૫ બસો તબકકાવાર દોડાવાશે અને ખાસ તો ૨૦૧૭ પહેલાની બધી જ વોલ્વો પાછી ખેંચી લેવાશે અને ૧/૧૧/૨૦૧૮ થી નવી નોવેક્ષ બસો દોડાવવામાં આવશે.