દરેક મંદિરોનો પોતાનો ભવ્ય અને રોચક ઇતિહાસ હોય જ છે. દેશમાં કોઈ નાનામાં નાનું મંદિર હોય કે વિશાળ હોય આ મંદિરની સાથે કંઈકને કંઈક સત્ય કથા જોડાયેલી હોય જ છે. મંદિરોએ આપણા ઇતિહાસને ઉજાગર કરતું સ્થળ છે. આ મંદિરોની સાચવણીથી જ ભાવિ પેઢીને આપણા ઈતિહાસ સાથે બખૂબી રીતે જોડી શકાય છે.  તેથી જ સરકાર આવા સ્થળોની જાળવણી અને તેના વિકાસ માટે સતત કાર્યશીલ રહેતી હોય છે.

હિંદુ ધર્મ ખૂબ પ્રાચીન ધર્મ છે આ ધર્મ વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. જેના સૌથી વધુ અનુયાયીઓ ભારતમાં વસે છે. એક સમયે હિંદુ ધર્મનો ફેલાવો વ્યાપક પ્રમાણમાં હતો એટલે જ ભારત થી દૂર આવેલા અનેક દેશોમાં પણ પ્રાચીન સમયના હિન્દુ ધર્મના સ્થાનકો જોવા મળે છે.

એક કહેવત છે કે જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલે છે.  તે હંમેશા પતનને આરે પહોંચે છે. આપણો ઈતિહાસ આ મંદિર સાથે ખૂબ સારી રીતે જોડાયેલો છે. મંદિરો આપણા ઈતિહાસને ઉજાગર કરે છે. દ્વારકાધીશનું મંદિર હોય કે સોમનાથનું કે કાશી વિશ્વનાથ આ તમામ મંદિરોનો ઇતિહાસ ભવ્ય રહ્યો છે.  મંદિરો સ્પષ્ટ કરે છે કે એ સમયે ધર્મનું મહત્વ શું હતું. ધર્મ માટે અનેક લોકોએ બલિદાનો આપ્યા છે.  ત્યારે આ ધર્મના ઇતિહાસને વર્ણવતા મંદિરોની જાળવણી અને તેને સમય પ્રમાણે આધુનીક બનાવવા એ આપણી જવાબદારી બની રહે છે.

વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા છે અનેક મંદિરોમાં વિકાસના કામો કરાવી તેને ભાવિકો માટે ખુલ્લા મુક્યા છે જેને કારણે હવે ધીમે ધીમે વડાપ્રધાન મોદીની છાપ એક હિંદુ નેતા તરીકે ઉપસી રહી છે. ખાસ કરીને તેઓએ કાશી વિશ્વનાથ મંદિરના પરિસરને ખુલ્લુ મૂક્યું. ત્યારે જે મહોત્સવ યોજવામાં આવ્યો હતો.  આખો જે અનોખો માહોલ રચવામાં આવ્યો હતો  ઉપરાંત જે રીતે વડાપ્રધાને જે રીતે પોતાનું સંબોધન આપ્યું. તેઓ હિંદુ નેતા હોય તેવો ઘાટ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.