ગત વર્ષ કરતા આ વર્ષે ખરીદીમાં તેમજ અન્ય ખર્ચા માટે ગ્રાહકોમાં ૫૭ ટકાનો ઘટાડો
તહેવારો આવતાની સાથે જ લોકો તડામાર તૈયારીઓમાં લાગી જતા હોય છે ત્યારે દિવાળી પર ખરીદી તેમજ નવી વસ્તુ વસાવવાનું વિચારતા પરિવારોમાં ગત વર્ષ કરતા આ વર્ષે થોડો ઘટાડો જરૂ થી આવ્યો છે. સામાજિક વિકાસ સંસ્થા એસોચેમના સર્વેક્ષણ પ્રમાણે આ દિવાળી પર ‚રૂ .૫૦૦૦ થી ૧૦,૦૦૦ ખર્ચતા ૬૮ ટકા પરિવારો છે. તહેવારોમાં ખર્ચતા લોકોમાં આ વર્ષે ૫૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. જે ગત વર્ષે ૪૮ ટકા રહ્યો હતો. પરંતુ વધુ પડતા નિગમોમાંથી આ વર્ષે કર્મચારીઓને દિવાળી બોનસ પણ આપવામાં આવ્યું નથી. જે ખરીદી ઘટવાનું મુખ્ય ઘટક છે. તેમજ ગ્રાહકોમાં ગત વર્ષ કરતા ખરીદી માટે તેમજ ખર્ચવા માટેના આત્મવિશ્ર્વાસમાં પણ ઘટાડો નોંધાયો છે. જેની અસર દરેક ઉમ્ર વયની વ્યકિત પર દેખાઈ રહી છે, જોકે હાલ નોટબંધી અને જીએસટી જેવા ઐતિહાસિક નિયમો પણ ખરીદદાર તેમજ વેપારીઓ માટે પડકારજનક રહ્યા છે. ૬૧ ટકા ગ્રાહકો દિવાળીની ખરીદીમાં પોતાની બચત અથવા તો બોનસ ખર્ચી રહ્યા છે. જોકે વિવિધ બેંકો, એટીએમ તેમજ ક્રેડિટ કાર્ડને વધુ માન્યતા આપવામાં આવે છે. જેથી ભારતના અર્થતંત્રમાં પણ ફેરફારો જણાઈ રહ્યા છે. એસોચેમના આ સર્વેક્ષણ પ્રમાણે દિલ્હી, મુંબઈ, કોલકતા, બેંગ્લોર, ચેન્નઈ, અમદાવાદ, લુધિયાણા, લખનઉ તેમજ ઈન્દોરના ઉમર વર્ષ ૨૪ થી ૩૪ તેમજ ૩૫ થી ૪૫ના ગ્રાહકોની મોબાઈલ, કપડા, પેકેઝડ ફુડ તેમજ ઓટો મોબાઈલ ખરીદવાની ઈચ્છાશકિત તેમજ વિચારણા પર આ સર્વે કરવામાં આવ્યો હતો. જોકે તહેવારોની તૈયારીઓ તેમજ શરૂ આત નવરાત્રીથી જ ચાલતી આવે છે તો ત્યારબાદ દુર્ગાપુજા, દિવાળી અને નાતાલ નવું વર્ષ ક્રમમાં જ છે. યુવા ગ્રાહકોમાં ૨૪ થી ૩૪ ઉમર વર્ષના ગ્રાહકોમાં આ વર્ષે મોબાઈલ ફોન લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે ભારતના ગ્રાહકો નવા વર્ષની વાટ જોતા નથી. ખરીદી કરવી હોય તો બિન્દાસ કરી લેતા હોય છે.