રાજય સરકાર દ્વારા ૧લી ફેબ્રુઆરથી ઇ-વે બીલની અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તે અંતર્ગત બહુમાળી ભવન ખાતે ટ્રાન્સપોર્ટરો માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ૫૦૦ જેટલા ટ્રાન્સપોર્ટરોએ ભાગ લીધેલ છે.
વધુમાં જીએસટી ઓફીસર સકસેના એ જણાવ્યું હતું કે કે ૫૦,૦૦૦ થીવધુ રકમ માટે ઇ-વે બીલ ફરજીયાત બનાવાનું રહેશે. જેનો મુખ્ય હેતુ સરકારનો કરચોરી બંધ કરવાનો છે.
અંતર્ગત વેપારી જયારે પોતાનો માલ કોઇપણ જગ્યાએ મોકલશે ત્યારે તેમને ઇ-વે બીલ ભરવાનું રહેશે. સરકાર દ્વારા વેપારીઓ તથા ટ્રાન્સર્પોે ર્ટરો માટે ખાસ તાલીમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સાથે નજીકના ભવિષ્યમાં રાજકોટમાં અલગ અલગ એસોસીએશન માટે પણ તાલીમનું આયોજન કરવામાં આવશે જેથી વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરોને ઇ-વે બીલ ભરવાની તાલીમ મળી શકે અને સરળતાથી તે લોકો ઇ-વે બીલની કામગીરી કરી શકે.
રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટશન એસોસીએશન સભ્ય જયકિશન બાલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ પ્રકારની ટ્રેનીંગ રાખવામાં આવે તે ખુબ સારી બાબત છે. આ પ્રકારની તાલીમ દ્વારા ટ્રાન્સપોર્ટરોને ઇ-વે બીલની પ્રારંભથી અંતિમ ભરવા સુધીની માહીતી મળે છે સાથે સાથે ટ્રાન્સપોર્ટરોને ઇ-વે બીલને લગતી મુંઝવણો પણ દુર થાય છે.