પેટ્રોલ-ડીઝલવાળા વાહનોને બાય-બાય કહી હવે લોકો અપનાવી રહ્યા છે ઈ-વ્હીકલ
કેન્દ્ર સરકાર અને રાજય સરકારે ઈલેકટ્રીક વાહનોની સબસિડી યોજના જાહેર કરતા લોકોમાં ઈ વાહનોપ્રત્યે ક્રેઝ વધ્યો: ટુ વ્હીલર સાથે થ્રી વ્હીલર અને ફોર વ્હીલ પણ હવે ઈલેકટ્રીક લેવાનું પસંદ કરતા લોકો
પહેલા સાઈકલ, બાદ નાના ટુ વ્હીલરો, રીક્ષા માલવાહક ટ્રક, ફોરવ્હીલ ધીમેધીમે આવા વાહનો વધતા પ્રદુષણ ચરમસિમાએ પહોચ્યું કુદરતી ખનીજો ખૂટવા લાગ્યા, પેટ્રોલ, ડીઝલના ભાવ વધવા લાગ્યા ત્યારે પેટ્રોલ ડીઝલ ખુટી પડે તેવી સ્થિતિ નિર્માણ પામે તે પહેલા સમગ્ર વિશ્ર્વએ પાણી પહેલા પાળ બાંધીને સોલારથી ઈલેકટ્રીકથી ચાલતા વાહનોની શરૂઆત કરી દીધી છે.
આપણા દેશમાં પણ ઈલેકટ્રીકથી ચાલતા વાહનોનો યુગ શરૂ થઈ ગયો છે. આવનાર ચાર વર્ષોમાં રાજય સરકારની જાહેરાત મુજબ ઈ-વાહનો માટેની નીતિ જાહેર કરવામાં આવી છે.ત્યારે યુવા વર્ગમાં આ ઈ-બાઈક ખરીદવાનો ક્રેઝ વધ્યો છે. પ્રદુષણ ઘટાડવાના ઉપાયોમાં હવે સરકારી તથા ખાનગી જગ્યાઓ પર ઈ-રીક્ષાનો ઉપયોગ વધવા લાગ્યો છે. જેના કારણે પ્રદુષણમાં ઘટાડો આવશે.
હવે ઈ-વ્હીકલની ખરીદી કરવા લોકોની ઈન્કવાયરી વધી: ભાવેશભાઈ (ઓરેવા ઈ-વ્હીકલ ડીલર)
અબતક સાથેની વાતચિત દરમિયાન ઓરેવા ઈ-વ્હીકલ ડીલર ભાવેશભાઈએ જણાવ્યું હતુ કે સરકાર દ્વારા ઈ-વ્હીકલને પ્રમોટ કરવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પાંચ વખત સબસીડી જાહેર કરી હમલા જાહેર કરેલ સબસીડી ખૂબજ ફાયદાકારક છે. હવે લીથીયમ બેટરીનો ક્ધસેપ્ટ આવ્યો તે પહેલા જે કોસ્ટીંગ આવતી તેના બદલે હવે લાઈટ સારી મળે ઝડપથી ચાર્જિંગ થઈ શકે.
સ્ટુડન્ટ બેઈઝ સબસીડી થકી ઘણા લોકોએ ઈ-વ્હીકલની ખરીદી કરી છે. જેમાં 12,000ની સબસીડી આપવામાં આવે છે. ઈ-વ્હીકલથી પ્રદુષણ થતું અટકાવી શકાય છે. ઓરેવામાં ત્રણ મોડેલ આવે તેમા એલીસ મોડલ ખૂબજ કમ્ફેટેબલ છે. માઈલેજ એક ચાર્જીંગે સીટીમાં 50 કીમી ચાલે છે. જેનું પીકઅપ સીટી લેવલે બરોબર છે. ચાર્જીંગ કરતા ત્રણથી ચાર કલાક લાગે છે. માઈલેજ 50ની આપે છે.ઓરેવા તે મોરબીમાં જ બને છે તે અંજતાનો એક ડિપાર્ટમેન્ટ છે. અને તમામ પાર્ટસ મળી રહે છે.તેથી ગ્રાહકોને સમસ્યા થતી નથી.
રાજકોટમાં ઘણા લોકો ઈ-વ્હીકલની ખરીદી કરે છે. છેલ્લા ચાર વર્ષમાં લોકોનો ઈ-વ્હીકલ તરફ વળ્યા છે. ત્રણથી ચાર કલાકમાં ચાર્જીંગમા એસીમાંથી ડીસી કરી એક યુનિટ પાવર ક્ધઝપશન વપરાય જે આપણે રેસીડન્સમાં 5.30 થી 6 રૂપીયાનો ઉપયોગ થાય. જેમાં તમે 50 થી 60 કિમીની માઈલેજ આપે પેટ્રોલ કરતા ઈ-વ્હીકલ ઘણુ સસ્તુ પડે.
પ્રદુષણ ઘટાડવાનો રામબાણ ઈલાજ એટલે ઈલેકટ્રીક વાહનો: આલાપભાઈ બારાઈ
અબતકે સાથેની વાતચિત દરમિયાન અવધેશ હીરો ઈલેકટ્રીક રાજકોટ ડિલર આલાપભાઈ બારાઈએ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈ-વ્હીકલને પ્રોત્સાહીત કરવા પોલીસી બહાર પાડેલ જેમાં ટુ વ્હીકલમાં બે મેગા વોટની બેટરી 20,000 રૂ.ની સબસીડી આપશે ફોર વ્હીકલમાં 1,50,000ની સબસીડી તથા થ્રી વ્હીકલ કમર્શીયલમાં 50,000ની સબસીડી આપવામાં આવી છે.
જેના થકી ઘણા લોકો પ્રોત્સાહીત થશે. કોવિડમાં વાહનો ન ચાલતા લોકડાઉન હતુ તેસમયે સવારમાં ધૂમાડોપ્રદુષણ ન હોય તો તાજગી અનુભવાતી પેટ્રોલ-ડીઝલ વાહનોથી પોલ્યુશન થાય છે. જેના કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યાઓ થાય. ઈ-વ્હીકલ પોલ્યુશન ફી છે. સસ્તુ પણ છે. દસથી બાર પૈસા કિલોમીટર પર ટુ વ્હીલર ચાલે હીરો ઈલેકટ્રીક વ્હીકલ આવે તેમાં નોર્મલ ચાર્જીંગ પોઈન્ટમાં ચાર્જ
2025 સુધીમાં તમામ લોકો ઈ-વાહનોનો ઉપયોગ કરે તેજ સાચો સંકલ્પ: જયંતિભાઈ ચાંદ્રા (અતુલ ઓટો કંપનીના ફાઉન્ડર)
અબતક સાથેની વાતચિત દરમિયાન અતુલ ઓટો કંપનીના ફાઉન્ડર જયંતિભાઈ ચાંદ્રાએ જણાવ્યું હતુ કે અતુલ ઓટોની શરૂઆત જામનગરમાં 1992થી કરેલ જેમાં સૌ પ્રથમ છકડો રીક્ષા બનાવી તે સમયે સૌરાષ્ટ્રમાં બસની સુવિધા ન હતી અવર જવર માટે મુશ્કેલી પડતી તેથી છકડો બનાવ્યો જેને લોકો મલ્ટીપલ રીતે ઉપયોગ કરી શકે.
પેટ્રોલ એન્જીન ત્યારબાદ ડીઝલ એન્જીન છકડો બનાવ્યા, ઈટાલીયન કંપની સાથે જોઈન્ટ ટેકનોલોજી સાથે છકડાની શરૂઆત કરી. ત્યારબાદ રાજકોટ આવી અતુલ શકિત બનાવી. અમે રોજેરોજ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટીમ ગ્રાહકો સાથે વાત કર્યા બાદ નવું શું ડેવલોપમેન્ટ કરી શકાય તે દિશામાં આગળ વધતા ગયા ડિઝલ બાદ રીક્ષામાં સીએનજી, એલપીજી પ્રોડકટ બનાવી. દિવસે દિવસે સમય જતો જાય છે.
ત્યારે અમે વિચાર કર્યો કે ઈલેકટ્રીક રિક્ષા બનાવી. માર્કેટીગ થકી લોકો પાસેથી એવું જાણવા મળ્યું કે ઈલેકટ્રીક છે તે ભવિષ્યની પ્રોડકટ છે. ફ્રાન્સ, ચાઈના, યુએસએમાં અમે જતા હોય તો જોઈએ કે નવી ટેકનોલોજી ઈલેકટ્રીકની આવતી જાય અને ડીઝલ બેન્ડ થતુ જાય છે. અમે કોમન લોકો સાથે કામ કરી રહ્યા છીએ. અમારો રિક્ષાનો જ ધંધો છે. તેથી અમારો ઈએનડી ડિપાર્ટમેન્ટ ઈ-રીક્ષા બનાવવા તરફ આગળ જતો ગયો. ઈ-રીક્ષામાં સૌથીમોટો પડકાર ચાર્જીંગનો છે.
આપણે પેટ્રોલ વ્હીકલમાં આવે પેટ્રોલ પંપ પર જઈ ફયુલ કરાવીએ આ વસ્તુની આપણને આદત પડી છે. પાંચ મીનીટમાં આપણે પેટ્રોલ પૂરાવી આવી જવાનું ઈ-રીક્ષા ઈ-સ્કુલ, ઈ-કારમાં બેટરી જ ફયુલ છે. બેટરીમાં પણ નવી ટેકનોલોજી આવી છે. બેટરી ફીટ કર્યા બાદ ચાર્જીંગના સ્ટેશન ઉભા જો ન કર્યા કે સીસ્યમ ઉભી ન કરી તો 100% ફેઈલ જશો. આ પહેલા જે ઈ-સ્કુટર આવ્યા તે ફેઈલ ગયા તેની ચાર્જીંગની સીસ્ટમ પ્રોપર નહતી.થઈ શકે.
ઈ-વ્હીકલમાં ટુ વ્હીલરમાં બે પ્રકારના આવે લો-સ્પીડ વ્હીકલ જે એક ચાર્જમાં 70 થી 75 કિલોમીટર ચાર્જ પર ચાલે છે. સરકાર દ્વારા જે સબસીડી આપવામાં આવી તે હાઈ સ્પીડ વ્હીકલ પર છે.જેમાં રજીસ્ટેશન કરવાનું રહેશે. જેની સ્પીડ 42 થી ઉપર છે. વિદ્યાર્થીઓ માટે લો-સ્પીડ વ્હીકલ છે. જેની સ્પીડ 27 થી 30ની હોય છે. તેમાં 12,000 સબસીડી આપવામાં આવે. જે 1 જુલાઈથી ઝેડા દ્વારા આપવામાં આવશે.
હીરો ઈલેકટ્રીક, ઓરેવા, ઓલા, એથર, ચોકીનોવા, વગેરે ઈ-વ્હીકલ કંપનીઓનાં વ્હીકલ આવે છે. લો-સ્પીડ વ્હીકલની કિંમત 56300થક્ષ શ થાય અત્યારે હીરો ઓપટીવા બેસ્ટ સેલીંગ વ્હીકલ છે. જેની કિંમત 68000 રૂ. છે હાઈસ્પીડ વ્હીકલમાં 65000 રૂ.થી લઈ 88000 રૂ. સુધીના મોર્ડલ આવે છે. સરકાર દ્વારા 250 ચાર્જીગ પોઈન્ટની મંજૂરી આપી છે. તેનું ટેન્ડર પાસ કયુર્ંં છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 5000ની સબસીડી જાહેર કરી છે.
હીરો ઓપટીમા…
ઈ વેહિકલમાં સૌથી જાણીતું હીરોનું હીરો ઓપટીમાં મોડેલ છે. જે દેખાવમાં આકર્ષક લુક આપે છે હીરો ઓપટીમા 25 કિમી પ્રતિ કલાક ની ઝડપે ચાલે છે 65 કિમી ની માઇલેજ આપે છે જેમાં ડિજિટલ સ્પીડોમીટર લાર્જ અને ક્ધફોરટેબલ સીટ, અને ટેલિસ્કોપ સસ્પેન્સન આવે છે. હીરો ઓપટીમા માં 3 વર્ષની સ્કૂટર પલ્સ બેટરીની વોરંટી આપવામાં આવે છે. 48દ/28ફવ બેટરી કેપેસિટી આવે છે. જેમાં લાલ ,બ્લુ,ગ્રે,સફેદ કલર ઉપલબ્ધ છે.જેના ભાવ 47,490 થી શરૂ થઈ 81640 સુધીની હોઈ છે. જે ઝીરો પોલ્યુશન,મિનિમમ મેન્ટેનન્સ કોસ્ટ ઓછી આવે છે.
હીરો ડસ..
હીરો ડસ એ યુવાઓને પસંદ પડે તે પ્રકારે ડિઝાઇન કરવામા આવ્યુંછે. જે 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.60 કિમીની માઇલેજ આપે છે જેમાં એલ ઇ ડી હેડ લાઈટ,ડ્યુઅલ ટોન બોડી,ડિજિટલ સ્પીડોમીટર, ડિજિટલ કલર ઇન્સ્ટ્રુમેન્ટ કલ્સટર, ટેલિસ્કોપ સસ્પેન્સન,યુ એસ બી ચારજીગ પોઇન્ટ આવે છે.જેમાં 3 વર્ષની સ્કુટર પ્લસ બેટરીની વોરંટી આપવામાં આવે છે.48દ/ 28ફ વ બેટરી કેપેસિટી આપવામાં આવે છે. 4 કલાકમાં ચાર્જ થઈ જાય છે.જેનો ભાવ 37,990 થી 64,990 સુધી ઉપલબ્ધ છે. ત્રણ કલર સિલ્વર ,રેડ,વાઈટ ઉપલબ્ધ હોઈ છે.