‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આગેવાનોએ આપી માહિતી
ઈ.વી.એમ હટાવ આંદોલન માં રાજકોટ શહેરની સામાજિક સંસ્થાઓ અને પ્રજાને જોડાવા આહવાન કરવા ‘અબતક’ મીડિયાની મુલાકાતે આવેલા નરેશ પરમાર, વાસુદેવ સોલંકી, રમેશભાઈ વઘેરા, પરેશભાઈ સોલંકીએ જણાવ્યું હતુકે,
ગુજરાત રાજ્ય માં તા .01 / 11 / 2022 ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાયેલી તેમાં પરિણામ લોકોની આશાઓ થી વિપરીત આવેલ તેના અનુસંધાને રાષ્ટ્ર હિત રક્ષક પરિષદ દ્વારા તા 01/01/2023 રવિવારે સ્થળ રામદેવ પીર ટેકરી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જુના વાડજ અમદાવાદ ખાતે ઈ.વી.એમ હટાવ બેલેટ પેપર લાવો . લોકશાહી માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે રાજકોટ શહેરની સામાજિક સંસ્થાઓ તથા જાહેર જનતાને બહોળી સંખ્યામાં જોડાવા માટે રાષ્ટ્રીય મુળનિવાસી પરિષદ દ્વારા વિનંતી કરીએ છીએ .
2020 માં કોરોના વાઈરસની સામે સરકારની નિષ્ફળતાઓ અને પેટ્રોલ ડીઝલ ગેસના બાટલા લાઇટબીલ તેલના ડબ્બો જેવી અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓ 52 બેલગામ ભાવ વધારો હોવા છતાં પણ ગુજરાત રાજ્ય માં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જનાદેશ નહિ પણ ઈ.વી.એમ નું જાદુ હોય એવું દર્શાય રહ્યું છે ગુજરાતની જનતા 2022 ના ચુંટણી પરિણામ થી આચર્યથકિત છે ગુજરાત રાજ્યમાં 27 વર્ષ થી હિટલર શાહી સરકાર ચલાવનાર સમક્ષ અમદાવાદ ખાતે બહોળી સંખ્યામાં જોડાવા વિનંતી કરી હતી.