દેશમાં ઈ-ટુ વ્હીલરોને પ્રોત્સાહન આપી રૂપિયા ૧.૨ લાખ કરોડની બચત કરવાની તૈયારી સરકારે કરી છે. દર વર્ષે ૧.૨ લાખ કરોડ રૂપિયા જેટલી તોતીંગ રકમ ઓઈલ ઈમ્પોર્ટના કારણે વિદેશમાં ઢસડાઈ જાય છે જેને બચાવવા ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. હાલ ભારતમાં ૧૭ કરોડ ટુ-વ્હીલર વાહનો દોડે છે.
જો આ દરેક વાહન દરરોજ અડધો લીટર પેટ્રોલ બાળે તો ૩૪ બીલીયન લીટર પેટ્રોલ વપરાયુ ગણાય. રૂ.૭૦ લેખે દરરોજ બળતા પેટ્રોલની કિંમત ૨.૪ લાખ કરોડ જેટલી માતબર ગણાય.
જો આ રકમમાંથી અડધો અડધ રકમ પણ બચાવી લેવાય તો ૧.૨ લાખ કરોડની બચત થાય. ઈ-ટુ વ્હીલરને પ્રોત્સાહન આપવાથી સૌથી વધુ ફાયદો ગુજરાતમાં થાય કારણ કે ગુજરાતમાં ટુ-વ્હીલર વાહનોની સંખ્યા સૌથી વધુ છે.