માસિક ભાડેથી હવે રાજકોટવાસીઓને ઇ સ્કૂટર મળી રહેશે સહેલાઈથી
આજના આધુનિક યુગમાં લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે ત્યારે ઈલેક્ટ્રીક વાહનો વસાવાને બદલે લખનવની કંપની દ્વારા આ વાહનોને માસિક ભાડે આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કંપનીનો રાજકીય ખાતેના શોરૂમ નો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે
લખનઉની ઇવી સ્કૂટર ભાડે આપતી કંપની ઇ-સ્કુટના રાજકોટ ખાતેના શોરૂમનો કુવાડવા રોડ પર ભારત પેટ્રોલિયમની સામે આજરોજ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. અલગ અલગ પાંચ પ્રકારના સ્કૂટર આ કંપની માસિક ભાડેથી આપવાની છે જેથી રાજકોટવાસીઓને સહેલાઈથી એ સ્કૂટર ભાડેથી મળી રહેશે.ખાસ કરીને ખિસ્સા પર વજન ન પડે એ પ્રકારે રૂપિયા 1000 થી 1400 સુધીની રેન્જમાં આ સ્કૂટર માસિક ભાડેથી મળી રહેશે.
ભારતમાં અમારા 100થી પણ વધુ શોરૂમ કાર્યરત : વી. બી. ઝાલા
અબતક સાથેની વાતચીતમાં ઇ-સ્કુટ કંપનીના એરીયા સેલ્સ હેડ વી બી ઝાલા જણાવે છે કે, અમારી કંપની 2018 થી કાર્યરત છે સમગ્ર ભારતમાં અમારા 100 થી વધુ શો રૂમ છે. આજરોજ અમારી કંપનીનો રાજકોટ ખાતેના શોરૂમ નો શુભારંભ કરવામાં આવ્યો છે અને માસિક ભાડેથી લોકોને એ સ્કૂટર આપીએ છીએ. તથા અમને આશા છે કે રાજકોટ વાસીઓ અમને ખૂબ પ્રેમ આપશે.