મિશન સ્માર્ટસિટી માટે રાજકોટ મનપા દ્વારા કેટલાક વિકાસના કામો કરવામાં આવતા હોય છે  , રાજકોટને ક્લીન અને ગ્રીન સિટિ બનાવવાની સાથે પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુ સાથે શહેરમાં સૂકો ભીનો કચરો અલગ કરવાની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી , ભારતમાં પ્રદુશનનું પ્રમાણ ઘટાડવાના ભાગરૂપે સરકાર ઈ – વ્હીહિકલને પ્રોતહન આપી રહ્યું છે ત્યારે એ સમય દૂર નથી જ્યારે રાજકોટના રાજ માર્ગો ઉપર પણ ઈ – બસો અને ઈ – રિકશાઑ દોડતો નજરે પડે .

રાજકોટના પ્રથમ નાગરિક મેયર બીના બેન આચાર્ય દ્વારા જાહેર કરાયેલ પ્રેસ રીલીઝમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પર્યાવરણ મંત્રાલયના મહત્વાકાંક્ષી લક્ષ્ય કલાઇમેટ રેસિલેન્સ સિટી ડેવલોપમેન્ટ પ્લાન ઈન્ડિયા અંતર્ગત રૂ 1.8 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેકટો હાથ ધરવામાં આવશે , જેમાં ગ્રીનહાઉસ ગૅસ , રિસ્ક મેનેજમેંટ જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવશે , આ ઉપરાંત બીઆરટીએસ અને આરેમટીએસ રૂટને પણ હાઇ ટેક્નોલોજીથી સુસજ્જ કરવામાં આવશે ખાસ કરીને ઈ – વાહનોની અમલવારી માટે પ્લાનિંગ કરવામાં આવશે , 2030 સુધીમાં સરકારનો લક્ષ્ય છે છે ભારતના તમામ ઘરોમાં સોલાર ઉર્જાનો વપરાશ થઈ શકે જેથી ખર્ચ પણ ઓછો થશે અને ઉર્જાની પણ બચત થશે    

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.