સુવિધાઓ અને કાર્યવીધીની તબીબી અધિક્ષકે જાણકારી મેળવી
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ અને દર્દીઓનાં કેન્દ્ર સ્થાન પર રાજકોટ પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલમાં દર્દીઓની સાર સુવિધાઓમાં અધતન વધારો કરવા માટે રાજકોટ પીડીયુ સીવીલ હોસ્પિટલમાં દર્દીઓને વોર્ડ ટુ વોર્ડ સ્થળાંતર માટે ઈલેકટ્રીક રીક્ષાની સુવિધાઓ નજીકના સમયમાં જ દર્દીઓને પ્રાપ્ત થશે જેના ડેમો માટે આજરોજ ઈલેકટ્રીક રીક્ષાની ચેકીંગ અને સવારી માટે પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ મુલાકાત લીધી હતી.
ઈલેકટ્રીક રીક્ષાના આગમનથી દર્દીઓને સ્થળાંતરમાં સરળતા રહેશે સાથે ઈ રીક્ષામા ઓકિસજન સિલીન્ડર, ગ્લુકોસ બાટલા કે અન્ય સાધન સામગ્રી સાથે ઈ રીક્ષાનો લાભ એકથી બે મહિનમાં સીવીલ હોસ્પિટલનાં દર્દીઓને લાભ મળી રહેશે.
હાલ ઈ. રીક્ષાના ડેમો માટે આવેલી રીક્ષામાં સુવિધાઓ અને કેવી રીતે કાર્યરત થશે તેનીજાણકારી પણ તબીબ અધિક્ષક ડો. મનીષ મહેતાએ લીધી હતી.
મનીષ મહેતાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં આવતા અનેક દર્દીઓને સ્ટેચરની અસુવિધાની ફરિયાદ રહેતી હતી તેમાંથી માર્ગ કાઢવા માટે અમે ઈ રીક્ષાનું આયોજન કરેલ છે. છેલ્લે મીટીંગમાં કમિશ્નર શ્રીની મંજૂરી મેળવેલ છે. તેઓએ બે રીક્ષા પ્રાથમિક ધોરણ ખરીદવાની મંજુરી આપતા તેનું આજે ડેમોસ્ટ્રેશન રાખેલ છે અને એક ઈ રીક્ષા સામાન્ય રીક્ષા રહેશે અને એક ઈ રીક્ષા ને અમે સ્ટેચર રીક્ષામાં ફેરવીશું જેથી કરીને જે દર્દીનાં પણ વળી શકતાન હોય તેવા દર્દીઓ આ ઈ રીક્ષાના માધ્યમથી દૂર જવાનું હોય બીજા વિભાગમાં તો આ રીક્ષાનો ઉપયોગ કરી શકે છે. આશરે ૧૫ દિવસથી ૧ મનિ સુધીમાં આ રીક્ષા સીવીલમાં આવશે. અને જે સ્ટેચર રીક્ષા બનાવવાની છે. તેને આશરે દોઢ મહિના જેટલો સમય લાગશે.