ગીર-સોમના જિલ્લાની ૪ વિધાનસભા બેઠકનાં ૧૦૫૦ મતદાન મક પર મોકલવામાં આવનાર ઇવીએમ અને વીવીપેટ મશીનનું આજે કલેકટર કચેરી, વેરાવળ ખાતે સેક્ધડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતુ. દરેક મતદાન મક મુજબના ઇવીએમ-વીવીપેટ રેન્ડમાઇઝેશન કરી ફાળવણી ઉપરાંત રીઝર્વમાં રાખવામાં આવનાર ૧૦ ટકા મશીનોનું પણ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યુ હતુ.
રાજકિય પક્ષનાં હોદ્દેદારો ઉપરાતં ૯૦-સોમના અને ૯૧-તાલાળાનાં જનરલ ઓબર્ઝવરશ્રી રાજુ નારાયણ સ્વામી અને ૯૨-કોડીનાર તા ૯૩-ઉનાનાં જનરલ ઓબર્ઝવર આરૂપકુમાર સાહા, જિલ્લા ચૂંટણી અધિકારી અજયપ્રકાશની ઉપસ્િિતમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઆર.આર.ગોહીલ અને સીસ્ટમ સુપરવાઇઝર મનન ઠુંમર દ્વારા સેકેન્ડ રેન્ડમાઇઝેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓબર્ઝવરની સુચના મુજબ ત્રણ વખત રેન્ડમાઇઝેશન કરી મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન અધિક કલેકટર એચ.આર.મોદી, વિધાનસભા બેઠકનાં ચૂંટણી અધિકારી પ્રદિપસિંહ રાઠોડ, એસડી.પટેલ, ભાવનાબા ઝાલા, મહેન્દ્ર પ્રજાપતિ આ પ્રસંગે ઉપસ્તિ રહ્યા હતા.