મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અભિનવ પહેલ
કોરોના કોવિડ-૧૯ સંક્રમણના કારણે આઇ.ટી.આઇ બંધ હોઇ વ્યવસાયલક્ષી તાલીમ-અભ્યાસમાં વિપરીત અસર ન પડે તેવી
નવતર પહેલ કરતું ગુજરાત: તાલીમાર્થીને ઘરે બેઠા પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ૧૦ હજાર ખઈચની પ્રશ્ન બેંક ઓનલાઇન થઇ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI માં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવતા ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ માટેના તાલીમ અભ્યાસ કાર્યક્રમનું ઇ-લોન્ચીંગ કર્યુ હતું. રાજ્યભરની આઇ.ટી.આઇ.માં ચલાવવામાં આવતા ૧ર જેટલા વિવિધ ટ્રેડમાં કોરોના સંક્રમણને કારણે થયેલ લોકડાઉન પૂર્વે બાકી રહેલો અભ્યાસક્રમ અને તાલીમ કાર્યક્રમ આઇ.ટી.આઇ.ના ૭૦૦ થી વધુ સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સ દ્વારા લોકડાઉન દરમ્યાન તૈયાર કરવામાં આવ્યો અને ર હજારથી વધુ કલાકનું આ ઇ-લર્નીંગ મટિરિયલ ગુજરાતી ભાષામાં www.talimrojgar. gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
એટલું જ નહિ, તાલીમાર્થીઓ ઘરેબેઠા જ પરિક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકે તે હેતુસર ૧ર ટ્રેડના ૧૦ હજારથી વધુ ખઈચની જવાબ સહિતની પ્રશ્ન બેંક-કવેશ્ચન બેંક પણ ઓનલાઇન કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ જે ૧ર ટ્રેડ માટે આ ઇ-લર્નીંગ ઓનલાઇન મટિરિયલનો અભિનવ પ્રયોગ કરવા રોજગાર-તાલિમ નિયામક તંત્રને પ્રેરિત કર્યુ છે તેમાં મુખ્યત્વે ફિટર, વાયરમેન, વેલ્ડર, બેઝિક કોસ્મેટોલોજી, કમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ, સુઇંગ ટેક્નોલોજી, ઇલેક્ટ્રિશીયન, મશીનિષ્ટ, ઇલેક્ટ્રોનિક્સ મિકેનીક, મિકેનીક ડીઝલ, અટેન્ડન્ટ ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ, મિકેનીક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ આ તાલીમ સીલેબસનું ઇ-લોચીંગ કર્યુ તે અવસરે શ્રમ-રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા, રોજગાર તાલીમ નિયામક શ્રી સુપ્રીત ગુલાટી વગેરે જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના શાળા-કોલેજોના વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રવર્તમાન સ્થિતીમાં બગડે નહિં તે હેતુથી શાળાઓ ખૂલી ન હોવા છતાં ઓનલાઇન શિક્ષણની પહેલ કરી છે. હવે, રાજ્યના વ્યવસાયલક્ષી તાલીમ વોકેશનલ ટ્રેનિંગ-અભ્યાસ કરતા એક લાખથી વધુ યુવાનો માટે આ ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ શરૂ કરીને ઘરે બેઠાં ટેકનીકલ શિક્ષણનો દેશને એક નવો રાહ ગુજરાતે બતાવ્યો છે.
તદ્ઉપરાંત કેન્દ્ર સરકારની ચેન્નઇ સ્થિત સંસ્થા NIMI (National Instructional Media Institute) S>¡ NCVT જે ગઈટઝ પેટર્નના વિવિધ પ્રકારના કોર્ષના અભ્યાસક્રમ મુજબ અંગ્રેજી અને હિન્દી ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરે છે તે પુસ્તકો રાજ્યના તાલીમાર્થીઓને ગુજરાતીમાં પ્રાપ્ત થાય તે હેતુસર ગુજરાતી ભાષામાં અનુવાદિત આઇ.ટી.આઇ.ના ફિટર અને ટર્નર ટ્રેડના ત્રણ પુસ્તકોનું પણ મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષામાં અનુવાદિત આઇ.ટી.આઇ.ના આ ફિટર અને ટર્નર ટ્રેડના ત્રણ પુસ્તકો ઓનલાઇન ઉપલબ્ધ થવાથી ૩૦,૦૦૦થી વધુ તાલીમાર્થીઓ લાભ મળશે. આઇ.ટી.આઇ.ના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવા માટે લેશન પ્લાન, ડેમોસ્ટ્રેશન પ્લાન, ગ્રેડેડ એક્સરસાઇઝ, ઇન્ફોર્મેશન શીટ જેવા રેકોર્ડ તૈયાર કરવાની પણ તાલીમ આપવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં આ તાલીમ રેકોર્ડમાં એક સમાનતા રહે તે હેતુથી આ ૧૨ ટ્રેડ માટે સાહિત્ય તૈયાર કરી ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી ૨,૦૦૦થી વધુ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોને પણ તાલીમ આપવામાં સરળતા અને એકસૂત્રતા રહેશે. રાજ્યની આઇ.ટી.આઇમાં ફોરમેન ઇનસ્ટ્રક્ટર દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો દ્વારા તાલીમાર્થીઓને આપવામાં આવતી તાલીમનું મુલ્યાંકન કરવાનું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, ફેબ્રિકેશન, આઇ.ટી. સેક્ટર તેમજ સ્ટોરને લગતી બાબતો આવરી લઇ ૪ માસની પ્રાયોગિક તાલીમ આપવા માટેના અભ્યાસક્રમનું સુપરવિઝન માટે ઇ-લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.