એમઆઈજી કેટેગરીના 929 આવાસોનાં નંબર ફાળવણીનો ડ્રો જયારે બીએલસીનાં 816 લાભાર્થીને ગૃહ પ્રવેશ કરાવાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.334.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 3526 આવાસોનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે શુક્રવારે રોજ ઈ-લોકાર્પણ કરાશે એમઆઈજી પ્રકારના 929 આવાસોનો નંબર ફાળવણી ડ્રો અને બી.એલ.સી.હેઠળના 816 લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ અપાશે જયારે રૂડા દ્વારા રૂ. 90.73 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 728 આવાસોનો લોકાર્પણ પણ કરવામાં આવશે
આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોર, હાઉસીંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાઅને બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલે જણાવ્યું છે કે, મહાપાલિકા દ્વારા રૂ.334.33 કરોડના ખર્ચે વિવિધ છ સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓના 3526 આવાસોનું ઈ-લોકાર્પણ તા.30 એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવનાર છે.
આ ઉપરાંત તથા એમઆઈજી પ્રકારના 929 આવાસોનો નંબર ફાળવણી ડ્રોઅને બી.એલ.સી.હેઠળના 816 લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થશે.
મહાપાલિકા દ્વારા રૂ.334.33 કરોડના ખર્ચે વિવિધ છ સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓમાં ઈસ્ટ ઝોનમાં રૂ.88.97 કરોડના ખર્ચે બનેલા ઊઠજ-ઈં કેટેગરીના 1538 આવાસ, વેસ્ટ ઝોનમાં રૂ. 13.24 કરોડના ખર્ચે બનેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ઊઠજ-ઈંઈં કેટેગરીના 144 આવાસ, પાળ રોડ પર રૂ.99.36 કરોડના ખર્ચે બનેલા કઈંૠ કેટેગરીના 864 આવાસ તથા રૂ.36.42 કરોડના ખર્ચે બનેલા એમઆઈજી કેટેગરીના 272 આવાસ, નાનામવા રોડ પર ભીમરાવ ચોક પાસે રૂ.33.87 કરોડના ખર્ચે બનેલા એમઆઈજી કેટેગરીના 260 આવાસ અને શીતલ પાર્ક 150 ફુટ રીંગ રોડ પાસે રૂ.62.47 કરોડના ખર્ચે બનેલા એમઆઈજી પ્રકારના 448 આવાસોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં બી.એલ.સી.હેઠળના 816 લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ પણ થનાર છે તેમજ રૂડા દ્વારા 107.96 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 1958 આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવનાર છે.