વિજ્યાલક્ષ્મી, દીવ:

અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યું છે.  સરકારની આ પહેલ સાથે તમામ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ દેશના તમામ અસંગઠિત કામદારો સુધી પહોંચશે. ત્યારે દરેક જિલ્લા-શહેરોમાં આ માટેની નોંધણી કામગીરી થઈ રહી છે. અંદાજે 38 કરોડ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની  નોંધણી કરવામાં આવી રહી છે.

આ પોર્ટલ થી  ઈ-શ્રમ કાર્ડના ફાયદાઓ સીધા જ શ્રમિકોને  મળે છે, ઈ-શ્રમ રજીટ્રેશન કરવાથી  શ્રમિકો અને સરકાર વચ્ચે સિંધુ જોડાણ શક્ય બન્યું છે ત્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ  તારીખ 18/11/2021 થી 31/12 /2021 સુધી  3 સેન્ટરો પર શ્રમ કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે. જેમાં વણાકબારા પંચાયત, દીવ પીડબ્લ્યુડી ઓફીસ અને દીવ મિડલ સ્કૂલ એમ ત્રણ સ્થળોનો સમાવેશ છે.

સરકારની સ્કીમ ઈ-શ્રમ (E-Shram) પોર્ટલ હેઠળ માછીમારી કે અન્ય વ્યવ્શાય, અસંગઠિત શ્રમિકો જેવા કે બાંધકામ, ઘરેલુ કામ, ખેતી કે મનરેગા ઉપરાંત આશા વર્કર અને આંગણવાડી બહેનો, દૂધ મંડળીના સભ્યો સાથે જોડાયેલા શ્રમિકોના આ કાર્ડ બનાવવામાં આવે છે. આ કાર્ડ 16 થી 60 વર્ષના હોઈ, જેમનું પ્રોવિડન્ટ ફંડ ના હોય અને આવકવેરા ભરવાને પાત્ર ન હોય તેવા લોકોના કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. કે જેથી કરીને શ્રમિકોને યોજનાનો લાભ મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.