બોગસ ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવનાર પર લગામ મુકાશે: છેલ્લા બે વર્ષમાં 50 હજાર કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પકડી પડાઈ
અબતક, નવીદિલ્હી
સરકાર દિન પ્રતિદિન જીએસટીમાં ફેરફાર કરી રહ્યું છે જેથી જે ક્ષતિઓ રહેતી હોય તેને સહજતાથી અને સરળતાથી દૂર કરી શકાય. નાણા મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે 10 કરોડ ઉપરનું ટર્નઓવર થતું હોય તો તેમના માટે ઇ- ઇનવોઇસ ફરજિયાત કરી દેવાયું છે. જેની અમલવારી બીજી ઓક્ટોબર થી શરૂ થશે હાલ સરકારે આ નિયમ 20 કરોડ ઉપરના ટર્નઓવર પર નિર્ધારિત કર્યો હતો. એ વર્ષમાં પણ આ આંકડો હજુ પાંચ કરોડ સુધી પહોંચે તો નવાઈ નહીં પરંતુ સરકારનું માનવું છે કે તેમના દ્વારા લેવામાં આ પગલાથી જે પ્રશ્નો ઊભા થતા હતા તે હવે નહીં થાય અને વ્યાપારીઓ અત્યાર સુધી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હતા તેના ઉપર પણ રોક લાગશે.
2019 માં યોજાયેલી 37મી જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં ઇલેક્ટ્રોનિક ઇનવોઈસ ને અમલી બનાવવામાં આવ્યું હતું જેમાં સર્વપ્રથમ જે વ્યાપાર 500 કરોડ થી વધુ નો થતો હોય તેના ઉપર ઇલેક્ટ્રોનિક ઇન્વોઈસ હતું ત્યારબાદ તે આંકડાને 100 કરોડ ત્યારબાદ 20 કરોડ રૂપિયા અને હવે 10 કરોડ રૂપિયાના વ્યાપાર એટલે કે ટર્નઓવર ઉપર ઇલેક્ટ્રોનિક ઇનવોઈસ ફરજિયાત કર્યું છે. સરકાર દ્વારા લેવામાં આ નિર્ણય ને આવકારતા અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે તેઓ વ્યાપારનો માધ્યમ શું છે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે વિવિધ ક્ષેત્રમાં મળતી હોય તેના ઉપર ચાપતી નજર રાખી શકશે જેથી સરકારને મળતી આવકમાં કોઈ ઘટાડો ન થાય.
બીજી તરફ છેલ્લા બે વર્ષમાં અધિકારીઓ દ્વારા આશરે 50,000 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ને પકડવામાં આવી છે જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે વ્યાપારીઓ દ્વારા અનેકવિધ રીતે ગેરરીતી આચરવામાં આવી રહી છે જેના ઉપર સરકારે હવે લગામ રાખવી ખૂબ જ જરૂરી છે. કાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી વ્યાપારીઓ દ્વારા કરવામાં આવતી કરચોરી અંગે પણ માહિતી મળી રહેશે. તન તો હાલના તબક્કે સરકાર દ્વારા જીએસટીમાં જે ફેરફારો કરવામાં આવી રહ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે હવે આવનારા સમયમાં જીએસટીમાં ઊભી થતી તકલીફો નું નિવારણ સંપૂર્ણ રીતે આવી જશે.