•  મંગળવારે 82 બ્રહ્મકુમારોને જનોઇ સંસ્કાર, સાંજે અમૃત સંત્સગ, સંતદર્શન કથાનો ધર્મલાભ
  • સંસ્કાર, ધર્મ, સંસ્કૃતિની જ્ઞાનગંગા જેવા મહોત્સવનો લાભ લેવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની અપીલ

DSC 2534

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના અમૃત મહોત્સવ પર્વે શનિવારે સાંજે અમૃત સાગર પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુરુકુલના વડા મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. બાળકો, યુવાનો, વડીલો સહુને આનંદ અને પ્રેરણા આપતા આ અમૃત સાગર પ્રદર્શનમાં મુખ્ય છ વિભાગો રહેલા છે.

DSC 2474

જેમાં મુખ્ય પ્રવેશદ્વારનું ઉદઘાટન વૈદિક વિધિ સાથે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના વડા ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્લો ગાર્ડન, 360 ડીગ્રી શો, બોક્સ મેપિંગ શો, છપૈયા ધામ, નીલકંઠ ગાથા શો, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા શોનું ઉદ્ઘાટન રાજકોટ શહેરના વિવિધ સમાજ તથા સેવાક્ષેત્રના શ્રેષ્ઠીઓના હસ્તે કરવામાં આવેલ.

DSC 2464

પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના અમૃત મહોત્સવના પ્રારંભે અપરંપાર આકર્ષણ ધરાવતા અમૃત સાગર પ્રદર્શનનું ઉદઘાટન પૂર્વે શોભાયાત્રા નીકળેલી. યાત્રામાં બાળકો, યુવાનો, વડીલો, મહિલાઓ તેમજ સંતો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

DSC 2575

સવારના 9-00 નવ કલાકેથી પ્રદર્શન ગેઇટ પાસે મહાપૂજા આખો દિવસ યજ્ઞ સાંજે પ્રદર્શન ઉદ્ધાટન સમારોહ, ભગવાનનું પૂજન, બાળકોનું નૃત્ય, સંતોનું પૂજન, રૂપક, ધર્મવલ્લભસ્વામી તથા મહંત સ્વામી, ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી મેયરના પ્રવચન તથા મહાનુભાવોને આશીર્વાદ આપ્યા હતાં.

012

આ પ્રદર્શન નિહાળીને  વ્યસનો છૂટે, ઘરમાં નાની-નાની વાતમાં ઝઘડાઓને અવકાશ ન મળે, દેશભાવના સૌના હૃદયમાં દ્રઢ થાય, ધાર્મિકતા અને સંસ્કારીતા વધે એવો અમારો પ્રયાસ છે. ભગવાન તેમાં અમને સફળતા અપાવશે. ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી મેયર પ્રદીપભાઈ ડવ, પોલીસ કમિશનર રાજુભાઈ ભાર્ગવ , મ્યુ.કમિશ્નર અમિતભાઈ અરોરા, ક્લેકટર અરૂણ મહેશ બાબુ, રાજવી માંધાતાસિંહજી, વસંત બિલ્ડર્સવાળા મૂળજીભાઈ ભીમાણી, એન્જલ પંપના શિવલાલભાઈ આદરોજા, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના મુકેશભાઈ દોશી, બાલાજી વેફર્સના ચંદુભાઈ વીરાણી, પૂર્વ સાંસદ શિવલાલભાઇ, પૂર્વ ક્લેકટર બાબુભાઇ ઘોડાસરા સાહેબ, ઉમિયા મંદિર સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હંસરાજભાઈ ગજેરા, પટેલ ક્ધયા છાત્રાલયના ગોવિંદભાઈ પટેલ , ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વૈષ્ણવભાઈ, સ્થાઈ સમિતિ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, હાઈબોન્ડ સિમેન્ટવાળા મનસુખભાઈ, અરવિંદભાઈ પાણ તથા રાજનભાઈ વડાલીયા, પ્રશાંત કાશ્ટિંગવાળા શંભુભાઈ પરસાણા , રમણભાઇ વરમોરા, મોરબી સરજુ વિટરીફાઈડવાળા મગનભાઈ ભોરણીયા, વૃંદાવન ડેરી ફાર્મના વસંતભાઈ લીંબાસીયા, જમીન દાતાઓને સંતોએ આશીર્વાદ આપ્યા હતાં.

DSC 2506

આ પ્રસંગે ગ્લો ગાર્ડનના ઉદ્દ્ઘાટક રાજકોટ જિલ્લા ક્લેક્ટર અરૂણ મહેશ બાબુએ મુલાકાતમાં કહ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના મહંતોને અભિનંદન પાઠવું છું. સંતઓ, યુવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કેવળ ત્રણ મહિના જેવા શોર્ટ સમયમાં બહુ સફળ આ પ્રદર્શન તૈયાર કર્યું છે. ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ જોવાનો લાભ લઈ શકો છો. સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા અને તેના સંતોનો આભાર માનું છું કે રાજકોટમાં આવું આયોજન કર્યું છે. અને રાજકોટની જનતાને આ માર્ગદર્શન પુરું પાડે છે. તેનો લાભ લેવા કલેક્ટરે રાજકોટની જનતાને અપીલ કરી હતી. તા.12થી 20 સુધી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના ઢેબર રોડ ઉપર વિદ્યાલયના વિશાળ મેદાનમાં દરરોજ સાંજે 6:00 થી 8:30 દરમિયાન વિવિધ આયોજન કરાયા છે.

DSC 2572

તા.12ને સોમવારે રાત્રે ભગવાનની આરતી, પૂજન, વિદ્વાન સંતોના મુખે હરિકથાનું શ્રવણ, પ્રેરણાત્મક પ્રવચનો, બાળકો દ્વારા વિવિધ નૃત્યો, રૂપકો તેમજ ક્લાદર્શન, એલઇડી સ્કીન પર ગુરુકુલ વૈભવ દર્શન, ગુરુકુલનો ગૌરવપ્રદ અમર ઇતિહાસ, સમાજમાં સફળ થયેલ પુરુષોનું સન્માન તથા તેમના ઉદગારો, ઉપરાંત સ્વામિનારાયણ મહામંત્રની ઉજવણી કરવામાં આવશે. ગુરુમહારાજ, મહંત સ્વામી, તપોમૂર્તિ ઘનશ્યામ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, તેમજ અમેરીકાથી પધારેલા શાંતિપ્રિય સ્વામી, લેટિન અમેરિકાથી પધારેલા મુકુંદદાસજી સ્વામી વગેરે સંતોના દર્શન વગેરેનો લાભ ગુરુકુલ પરિસરમાં લેવા ભાવિક ભક્તોને અનુરોધ કરાયો છે.

DSC 2553

આવતી કાલ તા.13 ડિસેમ્બર મંગળવારે જનોઈ સંસ્કાર ની સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવના પ્રસંગે 82 બાળ બ્રહ્મચારી બ્રાહ્મણ બટુકો જનોઈ દીક્ષાગ્રહણ કરશે.  બ્રાહ્મણ બટુકોને વસ્ત્રો, પૂજા સામગ્રી વગેરે ગુરુકુલ દ્વારા આપવામાં આવશે. જનોઈ વિધિ બાદ 1008 બ્રાહમણોને બ્રહ્મભોજનનો લ્હાવો લેશે.

ગુરુકુળના સાધુસંતો અને વિધાર્થીઓનો અથાગ પરિશ્રમ જ સફળતાનું કારણ : પ્રભુ સ્વામી

DSC 2595

સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના પ્રભુસ્વામી એ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અને જે પ્રદર્શન યોજવામાં આવ્યું છે તેના માટે કોઈ એજન્સી નહીં પરંતુ ગુરુકુળના સાધુ સંતો અને વિદ્યાર્થીઓની અર્થાગ મહેનતનું પરિણામ છે. પ્રદર્શન લોકોના જીવનમાં અનેક રીતે બદલાવ લાવશે અને સંસ્કારોનું સિંચન પણ થશે. માં તેઓએ રાજકોટની ધર્મપ્રેમી જનતાને અપીલ પણ કરી હતી કે તેઓ સહ પરિવાર આ સાંસ્કૃતિક પ્રદર્શનને નિહાળે કારણકે આ પ્રદર્શનમાં ઘણા આકર્ષણ ગ્રુપ સ્કલચર ઉભા કરવામાં આવ્યા છે.

સાંસ્કૃતિક પ્રદર્શન સંસ્કારોનું સિંચન અને રાષ્ટ્રીય એકતાના પાઠ યુવાનોને ભણાવશે : કલેકટર અરુણ મહેશ બાબુ

DSC 2592

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સમગ્ર સાંસ્કૃતિક પ્રદર્શનને નિહાળ્યું હતું એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારનું સુચારું આયોજન બિરદાવવા લાયક છે કારણ કે આટલી વિશાળ જગ્યામાં આ પ્રકારનું આયોજન કરવું એ કોઈ નાની વાત નથી. પ્રદર્શનમાં યુવાનોને ભારત ના ઇતિહાસની સાથો સાથ યોગ્ય સંસ્કારો મળે તે માટેનું આયોજન અત્યંત લાભદાય અને ઉપયોગી નીવડ છે જેથી દરેક લોકોએ મહત્તમ આ પ્રદર્શનનો લાભ લેવો જોઈએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.