ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થનારા આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, શહેરી ગ્રહ નિર્માણ રાજયમંત્રી યોગેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગર પાલિકાના રૂ. ૩૨૨ કરોડથી વધુના ખર્ચે પ્રજાલક્ષી વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમુર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાશે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. આવતીકાલ તા. ૮ સપ્ટેમ્બરે સવારે ૧૦.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના સાંસદસભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, અતિથિ વિશેષ તરીકે વડોદરાના ધારાસભ્ય સર્વે જિતેન્દ્રભાઇ સુખડીયા, સીમાબેન મોહિલે, મનીષાબેન વકિલ, શૈલેષભાઇ મહેતા, વડોદરાના મેયર ડો. જિગીશાબેન શેઠ, માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાના અધ્યક્ષ દલસુખભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે તેમ વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપની યાદીમાં જણાવ્યું હતું.