મની લોન્ડરીંગ કેસમાં ઇડીની કાર્યવાહી: મીસાના પતિની પુછપરછ
લાલુપ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઇ રહી ઇડી દ્વારા મીસા ભારતી અને તેના પતિનું દિલ્હીમાં આવેલું એક ફાર્મ હાઉસટાંચમાં લેવામાં આવ્યું છે. આ ફાર્મ હાઉસ પાલમ વિસ્તારના બિઝવાસનમાં આવેલું છે. ફાર્મ હાઉસની કિંમત આશરે ૩૦ થી ૪૦ કરોડ ‚પિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇડીની કાર્યવાહી બાદ હવે મીસા ભારતી ફાર્મ હાઉસનો કોઇપણ રીતે ઉપયોગ નહી કરી શકે.ઇડીએ મીસા ભારતીના જે ઠેકાણો પણ દરોડા પાડયા હતા. તેમાં દિલ્હીના ઇન્દીરા ગાંધી એરપોર્ટની પાસેના બિજવાસન ફાર્મ હાઉસ સૈનિક ફાર્મ પર દરોડા પાડયા હતા. આ દરોડા મની લોન્ડીંગ કેસ અઁતર્ગત મારવામાં આવ્યો હતા. આ ઉપરાંત ઇડીના અધિકારીઓએ જૈન બ્રધર્સ વિરેન્દ્ર અને સુરેન્દ્ર કુમારના ઠેકાણા પર પણ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.આ દરોડાના સંબંધમાં ઇડીનીટીમ મીસાના પતિ શૈલેષને અલગ અલગ જગ્યાએ લઇ ગઇ હતી. ત્યારે તેમની લગભગ છ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.ુઇડીને શંકાને કે વેપારી વિરેન્દ્ર જૈન અને સુરેન્દ્ર જૈન દ્વારા લગભગ ૮૦૦૦ કરોડની મની લોન્ડીંગ કરવામાં આવી છે. જૈન બ્રધર્સે જ મીસાને મની લોન્ડીંગથી દિલ્હીના બિજવાસનમાં લગભગ દોઢ કરોડનો ફાર્મ હાઉસ અપાવ્યો હતો. મે માસમાં ભારતીના સીએની ઇડીએ મની લોન્ડીંગ કેસમાં ધરપકડ કરી હતી.આ મામલે શેલ કંપનીના વિરેન્દ્ર જૈન અને સુરેન્દ્ર જૈનની ધરપકડ પહેલા જ થઇ ચુકી છે. હાલ બંને ભાઇઓ જેલમાં છે. તેમના પર કોઇ પ્રોફાઇલ લોકોના બ્લેકમનીને વ્હાઇટ કરવાનો આરોપ છે.