ગામડુ શબ્દ સાંભળતા જ લોકોને શુઘ્ધ હવા, પાણી અને સ્વાસ્થ્યની યાદ અપાવી દે છે. આજ ગામડાઓમાં બનતી દેશી રીત ભાતની વસ્તુઓ પણ હવેથી ઇ-કોમર્સના પ્લેટફોર્મથી વેંચી શકાશે.
સરકાર હરહંમેશ દેશના ગામડાઓને પ્રોત્સાહીત કરતું આવ્યું છે. ગામડાઓને સમૃઘ્ધી તરફ લઇ જવા માટે હર હંમેશ પ્રોત્સાહીત સ્કીમ દ્વારા દેશમાં એક હરોળ જોવા મળી છે. ત્યારે ગામડાઓમાં બનતી વસ્તુઓ કે જે ફકત એક રાજય કે જીલ્લા સુધી જ મર્યાદીત રહેતી હોય છે. જેમ કે રાજસ્થાનમાં બનતી હાથ વણાંટ ની વસ્તઓ, ગુજરાતનું માટીકામ, ભાગલપુરની સીલ્ક વસ્તુઓ જેવી અનેક વસ્તુઓ વખાય છે. ત્યારે આ વસ્તુઓ બહોળા પ્રમાણમાં વિતરણ થાય અને આ વસ્તુઓ દેશ અને દેશની બહાર પણ એક નામના કમાય સાથે દેશના ગામડાઓ સમૃઘ્ધ બને તે હેતુથી દેશમાં એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જે ગામડાઓને એક ઇ-કોમર્સનું પ્લેટફોર્મ આપી ગામડાની વસ્તુઓને દેશ દુનિયા સુધી પહોચાડે છે.
દેશમાં બનતી અલભ્ય વસ્તુઓ જેવી કે હાથ વણાંક થી લઇ માટીની વસ્તુઓ અને પ્રખ્યાત એવી સીલ્ક અને અન્ય વસ્તુઓ આવી વસ્તુઓ જનરલ પોતાના રાજય સુધી સીમત રહેતી હોય છે. આવી વસ્તુઓની વાત જો કરી એ તો માટીકામ, ભરતકામ, હસ્તકલા, હાથ વણાંટ, માટીકામ, માટીકલા સાથે મૂર્તિ કલાનો પણ સમાવેશ થાય છે.
હાલ સરકાર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ‘હસ્તકલા મેળા’નું આયોજન કરી આ ‘ગામઠી’ વસ્તુઓને લોકો સુધી પહોચાડવા માટે પ્રયત્ન તો થાય જ છે પરંતુ આ હસ્તકલાની મુલાકાત લેતા લોકો જ આનો વ્યાપ વધારવામાં અને ખરીદી કરવા માટે સક્ષમ હોય છ. સાથે આ વસ્તુઓ મેળામાં આવેલ લોકો સુધી જ જતી હોય છે. ને જેની સંખ્યા ઓછી હોય છે આ માઘ્યમ દ્વારા પ્રચલીત તો થઇ શકાયુ છે પરંતુ જેટલા પ્રમાણમાં તેનું વેચાણ થવું જોઇએ તે પ્રમાણે વેચાણ થતું નથી અને વ્યાપ પણ વધતો નથી.
આવનારા સમયમાં આજ ગામડાની દરેક પ્રોડકટને વેગવાન બનાવવા માટે દેશમાં વધતા જતાં ટેકનોલોજીને લઇ મોબાઇલ અને વેબ સાઇટ દ્વારા નો ઉ૫યોગ વઘ્યો છે. ત્યારે આ તરફ એક કદમ વધારે આગળ જઇ શકે છે. ત્યારે, સરકાર દ્વારા વેબ પોર્ટલો અને નવી નવી કંપનીઓ છે ને વ્યાપાર માટે ઇ-કોમર્સનું પ્લેટફોર્મ ઉભુ કરે છે. તેવી કંપનીઓને પ્રોત્સાહીત કરવામાં સહાયરુપ થાય જ છે.
આવનારા દિવસોમાં ગામડામાં બનતી માટી કલા અને અન્ય હસ્તકલાઓ હવેથી આપણે આપણા મોબાઇલ અને કોમ્પ્યુટરથી સહેલાયથી ઘરે મંગાવી શકીશું. હાલ લોકો લગભગ બધી વસ્તુઓ ઓનલાઇન કરેલ કરતી કંપનીઓ પાસેથી ઘરે વસ્તુઓ મંગાવે જ છે. પરંતુ હવેથી ગામડામાં ગૃહીણીઓ દ્વારા અને હસ્તકલા ને પ્રોત્સાહીત કરવા માટે સરકાર ઇ-કોમર્સનું પ્લેટફોર્મ ગામડા ને ઉજાનાર કરવા માટે કરશે. જયારે વધારે માત્રામાં માલ બનાવવા અને હસ્તકલાની વસ્તુઓની માંગને સંતોષવા લોકો સરકારની આ વેબ સાઇટ પર પોતાની વસ્તુઓનું વેચાણ કરવા માટે ટેડરીંગ પણ કરી શકશે. ત્યારે જોવાનું રહ્યું છે આગામી સમયમાં ‘ગામઠી’ વસ્તુઓ વહેચવાનો સરકારનો અભીગમ કેટલા લોકો સુધી પહોચે છે અને ગામડુ કેટલું વિકસીત થાય છે.