જ્ઞાનકુંજ મોડલની સમગ્ર સંકલ્પના ૭૩.૯ ટકા શિક્ષકોને ઉત્તમ અને ર૪.૭ ટકા શિક્ષકોને સારી લાગી

રાજ્યના વિર્દ્યાીઓને ટેક્નોલોજીના માધ્યમી શિક્ષણ પુરુ પાડવા માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવીને “જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યની ૧૬૦૯ સરકારી પ્રામિક શાળાઓમાં ધોરણ ૭ અને ૮ના ૩૧૭૩ વર્ગખંડોમાં ટેક્નોલોજીના માધ્યમ દ્વારા સ્માર્ટ બોર્ડ સો ઇન્ટેરેક્ટિવ ઇ-ક્લાસ વિકસાવાયા છે. જેનો લાભ ધો.૫ થી ૮ના કુલ ૨.૮૫ બાળકો લઇ રહ્યાં છે.

“જ્ઞાનકુંજ પ્રોજેક્ટ એ ટેક્નોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજેક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની મદદી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃદ્ધિ કરવા માટેનો એક સ્કૂલ ડિઝિટલાઇઝેશન કાર્યક્રમ છે, જે હેઠળ જ્ઞાન જ્ઞાનકુંજ વર્ગખંડમાં ટેક્નોલોજીના વિવિધ સાધનો અને ઇ-ક્ધટેન્ટના ઉપયોગી વર્ગખંડ કાર્ય, બાળકોનું મુલ્યાંકન તેમજ ઇન્ટરનેટી ઓપનસોર્સ રીસોર્સીસ  ફી ક્ધટેન્ટના ઉપયોગી શિક્ષણના વૈશ્વિક તરાહો પર શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ ૫ થી  ૮ ના તમામ વિષયોનું ઇ-ક્ધટેન્ટ વર્ગખંડમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ઇ-ક્ધટેન્ટમાં ઇમેજ, વિડીયો, એનીમેશન, વર્ચ્યુઅલ લેબ, ડેમોન્સ્ટ્રેશન પ્રવૃત્તિઓ અને સ્વ-અધ્યયન, મુલ્યાંકન અને સંદર્ભ સાહિત્ય જેવી તમામ બાબતોનો સમાવેશ થાય છે.

“જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૩૮૦૦ થી વધુ શિક્ષકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે વેબ બેઝ્ડ એપ્લીકેશન  (www.gyankunj.org) અને મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે.

જ્ઞાનકુંજ એપ્લીકેશનમાં શાળા કક્ષાએી નોડલ શિક્ષક દ્વારા કરવામાં આવેલ હાર્ડવેર/સોફ્ટવેરની લગતી સમસ્યાઓની ઓનલાઇન કમ્પલેઇનનું ત્વરિત નિવારણ કરવામાં આવે છે જેી પ્રોજેક્ટની રીયલ-ટાઈમ પ્રગતિ જાણી શકાય છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ના અમલીકરણ અંગે શિક્ષકોના પ્રતિભાવ ગુગલ ફોરમના માધ્યમી આમંત્રિત કરવામાં આવ્યા છે. શિક્ષકોના મળેલ પ્રતિભાવો મુજબ જ્ઞાનકુંજ મોડલની સમગ્ર સંકલ્પના (કોન્સેપ્ટ) ૭૩.૯ ટકા શિક્ષકોને ઉત્તમ અને ર૪.૭ ટકા શિક્ષકોને સારી લાગી છે.

પ્રોજેક્ટની અસરકારકતા જાણવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્ટેટેસ્ટિકલ બ્યુરો મારફત સર્વે કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન કરેલ અભ્યાસના તારણોમાં ૧૦૦ટકા બાળકો જ્ઞાનકુંજ સુવિધાી ભણાવવામાં આવેલ દરેક એકમ સમજી શકે છે અને તેમને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમી ભણવું ખુબ ગમે છે. અભ્યાસ અંતર્ગત ૧૦૦ ટકા બાળકોના વાલીઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.