શ્રીમદ્દ રામચંદ્ર મંદીર દ્વારા ત્રિદિવસીય સ્વાઘ્યાયમાં મુમુક્ષુઓ ઉમટયા

રાજકોટ ખાતે આવેલા શ્રીમદ્દ રાજચંદ્ર મંદીર દ્વારા રાજચંદ્ર પ્રભુના સમાધિ દિન પૂર્વે આયોજીત ત્રિદિવસય સ્વાઘ્યાય શ્રેણીનાં ઼પ્રથમ ચરણમાં આજે રાકેશભાઇ ઝવેરીએ આઘ્યાત્મિક માર્ગે આગળ વધવા ઇચ્છુક મુમુક્ષઓ માટે પથદર્શન ઉદબોધન આપ્યું હતું. તેઓએ જણાવ્યુઁ હતું કે, શ્રીમદ્દ રાજચંદ્ર આઘ્યાત્મિક જીવનનો જે રાજમાર્ગ દર્શાવ્યો છે. તેમાં ઇન્દ્રીયો ઉપર જીવતા જીવનને બદલે કેન્દ્રમાં રહેલા શુઘ્ધ આત્મા આધારીત જીવનશૈલીનું વિજ્ઞાન દર્શાવ્યું છે. પરંતુ અજ્ઞાનતાને વશ થઇને આપણે રાગ-દ્રેષ બોભ, લાલચ અને માયાના દુગુર્ણોમાં જીવતા રહીયે છીએ.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સંસાર જીવનમાં ચક્રને કંઇ રીતે ભેદી શકાઇ ? તેવા સવલાને ઉઠાવીને તેઓએ ઉમેર્યુ હતું કે, જીવનના કેન્દ્ર સ્થાનથી સંસાર જેટલો દુર છે. તેટલો જ દૂર છે. મોક્ષનો માર્ગ આપણને ઘણી વાર એમ થાઇ છે કે મોક્ષ માર્ગ સુધી આ જીવનમાં કઇ રીતે પહોંચી શકાઇ ? પરંતુ ખરેખર તો તે બહુ દૂર નથી કેન્દ્ર સ્થાન નકકી થઇ જાઇ તો ત્યાઁ સુધી પહોંચવું ખુબ જ સરળ છે.

જીવનમાં જ્ઞાનનાં મહત્વને સમજાવી તેઓએ કહ્યું હતું કે, જ્ઞાનનાં ચાર મુખ છે. બહીરમુખ, આભીમુખ, સનમુખ, આર્તમુખ છે. જેમાં બહીરમુખએ જીવનમાં માત્ર શુભ ભાવનાઓને વિસ્તારે છે. જયારે આભીમુખ જાગૃત થાઇ ત્યારે વ્યકિત જ્ઞાનની દિશામાં પ્રથમ ચરણ માંડે છે. ધર્મ ગમનનો રસ્તો તેને સમજાઇ છે. સનમુખ થવાથી વ્યકિતની ચેેતના જાગૃત થાઇ છે. ત્યારબાદ સનમુખની સ્થિર પ્રાપ્ત થતા તે જાગૃત અવસ્થામાં સ્થિર થાઇ છે. જ્ઞાનમાં આચાર માર્ગો તરફ વ્યકિત જયારે ક્રમશ: ગતી કરે છે, ત્યારે તેની યાત્રા તમામ પ્રકારના બંધનોથી વ્યકિતને મુકત કરતી જાઇ છે. તે અનંત શાંતિ, પ્રેમ અને ક‚ણાને પામે છે.

રાજકોટ ખાતે શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાનમંદિર ખાતે આયોજીત વ્યાખ્યાન શ્રેણીનાં પ્રથમ ચરણમાં તેમની ભાવ વાણીને સાંભડવા માટે સમગ્ર શહેરના મુમુક્ષુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સતત દોઢ કલાક સુધી તેઓએ શ્રીમદ્દ રાજચંદ્રનાં જીવન દર્શનની સાથે તેમની આત્મશકિતનો શબ્દાનુભવ ર્મામીક શ્રેણીમાં વર્ણવ્યો હતો. આજે તા.૧૫ના શનિવારે રાત્રીના ૮.૪૫ થછ ૧૦ વાગ્યા સુધી પણ તેમના સ્વાઘ્યાયનો લાભ આપશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.