ખાતાકીય સતામણીના કારણે રિવોલ્વરમાંથી લમણે ગોળી ધરબી ફોજદાર રાઠોડે આત્મ હત્યા કરી’તી
રાજયના ક્રાઈમ હિસ્ટ્રીમાં ચકચારી બનેલા પીએસઆઈ સત્યેન્દ્ર રાઠોડ આત્મ હત્યા કેસમાં ભોગ બનનારના સાળા અશોક ચૌહાણે ડીવાયએસપી સામે પોતાના બનેવીને આપઘાત માટે પોતાનું રિવોલ્વર ઉપલબ્ધ કરાવવા બદલ જવાબદાર ઠેરવતી ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી હતી.
ડિસેમ્બર ૨૦૧૮માં નોંધાયેલા આ બનાવ અંગે સીટી ક્રાઈમ બ્રાંચે કરેલા પોલીસ ટ્રેનિંગ એકેડમીના ડીવાયએસપી એમ.પી.પટેલને રાઠોડે અને તેના પરિવારે મુકેલા આરોપથી બાઈજ્જત બરી જાહેર કરી દેવામાં આવ્યા છે.રાઠોડે સુવર્ણ ચંદ્રક વિજેતા પોલીસ કર્મચારીએ અધિકારીઓની કથીત ખાતાકીય સતામણીના કારણે આપઘાત કરી લેવાનું બહાર આવતું હતું. શિક્ષણ વિભાગના નિવૃત કલાસવન અધિકારીના પુત્ર રાઠોડ પત્ની અને ૩ વર્ષની દિકરીનો પરિવાર ધરાવતાં હતા. ડિસેમ્બર મહિનામાં તેના રૂમમાં તે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં રાઠોડે તેના સાળા અશોક ચૌહાણની રિવોલ્વરથી આપઘાત કરી લીધો હોવાનો અને બે સ્યુસાઈડ નોટ મળી હોવાના બનાવમાં પરિવારજનોએ ડીવાયએસપી સામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કર્યો હતો. મરનારે આ અંગે તેની પત્નીને સારવાર ફરિયાદ કરી હતી.સોલાપુર સ્ટેશનમાં નોંધાયેલા આ કેસનો હવાલો ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કરેલી તપાસમાં રિપોર્ટ આપ્યો હતો કે આ કેસમાં ડીવાયએસપીને જવાબદાર ઠેરવતાં એકપણ પુરાવા મળ્યા નથી. સ્યુસાઈડ નોટમાં કયાંય તેમનો ઉલ્લેખ પણ નથી.
ક્રાઈમ બ્રાંચે આ બનાવમાં ભોગ બનનારના સાળા અશોક ચૌહાણ કે જેની રિવોલ્વરથી પીએસઆઈ રાઠોડે આપઘાત કર્યો છે. તેના માટે અશોક ચૌહાણને જવાબદાર ઠેરવવા માટે ગુનો દાખલ કરવામાં આવશે.રાઠોડે તેના સાળાને જણાવ્યું હતું કે, તેમના ઉચ્ચ અધિકારી હથિયાર ખરીદવા માંગે અને તેને બતાવવા માટે રિવોલ્વર લીધી હતી. આ રિવોલ્વરનો ઉપયોગ કરી પીએસઆઈએ આપઘાત કર્યો હતો.