વિવિધ કારણોસર ભારતમાં ડીસ્લેકસીયાનું પ્રમાણ ૧પ ટકા સુધી પહોંચી ગયું છે: ત્યારે ડીસ્લેકસીક બાળકોને થેરાપી આપતા અનેક ટ્રેનીંગ કલાસીસો શરુ થઇ ગયા છે
બાળકને સમજવામાં, લખવામાં કે બોલવામાં પડતી મુશ્કેલી ડીસ્લેકસીયા રોગના ચિન્હો હોય શકે છે: ડીસ્લેકસીક બાળકોને ધુત્કારવાના બદલે કાળજીપૂર્વક વર્તન તેમની આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવામાં મદદરૂપ થઇ શકે છે
સામાન્ય રીતે શાળાઓમાં અભ્યાસ કરતા અનેક બાળકોને નવું લખવા તથા બોલવામાં તકલીફ પડતી હોય છે. શરુઆતમાં આવા બાળકની ગ્રહણ શકિત ઓછી હોવાનું માનીને તેના પર શિક્ષકો, માતા-પિતા વધારે ઘ્યાને આપવા લાગે છે. પરંતુ, આ બધા પ્રયત્નો છતાંપણ બાળકનું અભ્યાસમાં ઘ્યાન ન લાગે અને બોલવા, લખવામાં છબરડા વાળવા ત્યારે કંટાળીને આવું બાળક ભણવામાં કાચુ હોવાનું કે ડાંડાઇ કરતા માનીને તેને ધુત્કારવા લાગે છે.
જેથી આવા બાળકો એકલતાથી પીડાઇને તુંડમિજાજી થઇ જાય છે. આવા તુંડમિજાજી બાળકોને તોફાની ગણીને તેને શાળા અને પરિવારમાં એકલો પાડી દેવામાં આવે છે. આવી સમસ્યાથી પીડાતા અનેક બાળકોને ડીસ્લેકસીયા નો રોગ હોઇ શકે છે.ભારતમાં એક અનુમાન મુજબ ડીસ્લેકસીયા રોગ વસ્તીના ૧પ ટકા લોકોમાં ફેલાયેલો છે. જેની ગણતરી મુજબ આપણા દેશમાં સાડા ત્રણ કરોડ લોકો ડીસ્લેકસીયાના રોગથી પીડાઇ રહ્યા છે. ડીસ્લેકસીયાને સામાન્ય રીતે ત્રણ પ્રકારમાં વેચવામાં આવે છે. પ્રાયમરી, સેક્ધડરી અને ટ્રોમાં ડીસ્લેકસીયા, ડીસ્લેકસીયા થવા પાછળ અનેક કારણો કારણભૂત મનાય છે.
ડીસ્લેકસીયા અંગે સાયકોથેરાપીસ્ટ જીજ્ઞાસાબેન પરીખે અબતક સાથેની ખાસત વાતચીતમાં જણાવ્યું હતું કે, ડીસ્લેકેસીયા એ એક પ્રકારની શીખવાની અથઆવડત છે. એટલે કે એક કંડીશન છે. એક ડિસઓર્ડર છે જેમાં બાળકને લખવું, વાંચવુ, યાદ રાખવું અને સમજવું કોઇપણ ભાષામાં આ ચારે ચાર બાબતમાં મુશ્કેલી પડે છે. ડી.એસ.એમ.ની વ્યાખ્યા પ્રમાણે અને અમેરીકામાં થયેલા સર્વે પ્રમાણે લગભગ વસ્તીના ૧૫ ટકા જેટલા બાળકોને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ડિસ્લેકસીયા એના ત્રણ પ્રકાર છે પહેલો ડિસ્લેકસીયા વર્ડ એટલે શબ્દો અને અક્ષરની સાથે મુશ્કેલી પડે છે.
બીજો ડીસ કેલકયુલા જેમા બાળકને ખાસ કરીને ગણીત, આંકડા, ગણતરી સાથે મુશ્કેલી પડે છે. ત્રીજુ છે ડીસ ગ્રાફીયા જેમાં બાળકના અક્ષર છે એ ગતિશય ખરાબ છે. એને લખવામાં પણ મુશ્કેલી છે. આંગળીઓથી પણ મુશ્કેલી પડે છે અને મગજમાં પણ સ્ટ્રેસ પડે છે. એનું વીઝન અને આંગળાની તાકાત ન હોય તો એ વ્યવસ્થિત લખવામાં પ્રોબ્લેમ થાય. નોર્મલી આવા બધા બાળકો હોય એના આઇકયુ એવરેજ હોય છે. નોર્મલ જ હોય છે. બાકી બધી રીતે સમજદાર અને હોંશીયાર હોય છે.
પરંતુ સાંભળવાની બોલવાની વાંચવાની અને લખવાની જે આ સામાન્ય ચાર આવડત છે એમા કયાંકને કયાંક મુશ્કેલી પડતી હોય છે. ડીસલીકસીયા થવાના કારણો જોઇએ તો મુખ્યત્વે એ હેરીડીટરીંગ હોય છે. એમા અમુક પ્રકારના જીન પર જવાબદાર હોય છે. ત્યારબાદ પ્રિ મેચ્યોર બર્થ અથવા તો જન્મ સમયની કોઇ તકલીફ હોય તો એને પણ અમુક અંશે જવાબદાર ગણી શકાય છે.
ડીસ્લેકસીયા એના અરલી સિમટમ્સને આપણે ખ્યાલ રાખી શકીએ સૌ પહેલા માતા-પિતાએ થોડુંક જાગૃત રહેવું પડે. ત્યારબાદ શિક્ષકોએ થોડુંક જાગૃત રહેવું પડે. માતા-પિતા તરીકે તમે ઘ્યાન રહેવું જોઇએ કે આ બાળક પાંચ વર્ષ છે. તો પાંચ વર્ષ પ્રમાણે લખી બોલી શકતું નથી. અથવા તો સમજી શકતું નથી. પહેલા ધોરણમાં આવે ત્યારે આપણને વિચાર આવે કે એ પોતે બીજા બાળકો કરતાં ઘણું પાછળ છે. લખવામાં તકલીફ પડે છે. વાંચવામાં પાછળ રહી જાય છે. શબ્દો ઓળખી નથી શકાતા અને અક્ષરો ઉંધા ચત્તા લખે છે.
જેમ કે બી હોય તો પી લખે છે. એને મીટર ઇમેજ કહેવાય. પી હોય તો કયુ લખે એ પણ મીરર ઇમેજ કહેવાય અથવા તો યુ હોય તો ઓ કે એન લખે અને ડબલ્યુ હોય એમ લખે એને ઇનવર્સ કહેવાય આ ટાઇપની મુશ્કેલીઓ દેખાતી હોય તો તરત જ ઘ્યાન આપવું જોઇએ.
પ્રાથમીક તબકકાના ઓળખચિન્હો કેમ કે આ હોય શકે આજે બનેલી વસ્તુ પણ એને કાલ યાદ ન રહી શકે અથવા તો જયારે લખવાનું હોય કે બોર્ડમાંથી કોપી કરવાનું હોય ત્યારે બીજા બાળકો કરતા એ બાળક ઘણું પાછળ રહી જાય અને ભુલ ભરેલી કોપી કરે. લાઇનમાંથી કોપી કરે તો શબ્દો ભૂલી જાય છે. અથવા તો લાઇન જ આખી ભુલ જાય અથવા જુદા લાનનના શબ્દો મીકસ કરી નાખે તો આ બધા ડિસ્લેકસીયા લક્ષણો છે. શબ્દો આખા ઊંધા બોલે છે. જેમ કે ડબલ્યુએએસ હોય તો એસએડબલ્યુ વાંચે અલગ શબ્દો વાંચે અને ઘણું બધું ગેસ વર્ક કરે એટલે શબ્દોની કલ્પના કરીને બોલી છે. વાંચવાની તસદી ના લે તો આ પ્રકારના સિનટમ્સ છે એ ડીસ્લેકેસીયા ના સિનટમ્સ હોય શકે.
પેલા માતા-પિતાએ જાગૃત રહેવું પડે ત્યારબાદ શિક્ષકોએ ઘણું બધું જાગૃત રહેવું પડે, કેમ કે બાળક જયારે સ્કુલમાં આવે અને પરીક્ષા આપે એ દરમ્યાન એના પેપર પરથી ખ્યાલ આવે એ ત્યાં પ્રકારની ભુલો કરે છે એ ભુલોને જોઇને પણ ઘણો ખ્યાલ આવી શકે છે. એને ડિસ્લેકસીયા છે કે નહીં.
ડિસ્લેકસીયા એ કોઇ બિમારી નથી કે જેની દવા કરી શકાય અને તે દવા લેવાથી મટી શકે છે. શરદી થાય તે દવા લો તો એ મટી જાય પરંતુ ડિસ્લેકસીયા એક ડિસઓર્ડર છે. એ એવી રીતે મટે નહીં લાઇફ ટાઇમ ડિસ્લેકસીયા સાથે જીવવાનું હોય છે. પણ બાળક નાનાપણથી જ ડાયએડ્રેસ થઇ ગયું હોય અને પ્રોપર ટ્રેઇનીંગ મળી હોય તો ડિસ્લેકસીયાની સાથે પણ એ બાળક વ્યવસ્થિતિ રીતે લખી વાંચી શકે ભણવામાં પણ પરફોર્મન્ટ દેખાડી શકે અને આગળ એની લાઇફમાં કોઇજાતની મુશ્કેલી રહે નહીં. આ બાળકો સ્માર્ટ હોય છે.
તેમનો નોર્મલ આઇ.કયુ. હોય છે કયારેક હાઇ આઇ.કયુ. પણ હોય છે.સ્કીલફુલ હોય છે. અને નોર્મલ ‚ટીન જીંદગી જીવી શકે છે. ફકત એ લોકોને ટ્રેનીંગની જરુર હોય છે.ડિસ્લેકસીયાના ફકત એક જ ઇલાજ છે. સ્પેશીયલ એજયુકેશન અથવા તો રીમેડીયલ એજયુકેશન, આ બાળકો હોય એને સ્પેશિયલ એજયુકેશનની પાસે લઇ જવામાં આવે છે જે ડિસ્લેકસીયાના જ સ્પેશીયલ એજયુકેટર હોય એની પાસે લઇ જવામાં આવે તો એને વન ટુ વન એક જ બાળક અને એક જ એજયુકેટર બેસી ભણવાની ટ્રેનીંગ આપવામાં આવે જેમ કે બી લખવામાં મુશ્કેલી પડે છે પી અને બી ને ઓળખવામાં મુશ્કેલી પડે છે.
તો એ બધાની અલગ અલગ ટ્રિટમેન્ટ હોય અલગ અલગ પઘ્ધતિ હોય છે.એનાથી એને ભણાવવામાં આવે કોઇ બાળકને ગણિતમાં મુશ્કેલી પડે છે તોએ નંબર વાંચી અને સરવાળા બાદબાકી ભુલ કરતુ હોય તો હાથમાં વસ્તુ આપી સરવાળા અને બાદબાકીની પઘ્ધતિ સમજાવવામાં આવે અને ત્યારપછી એને બુકમાં નંબર આપવામાં આવે ઘણી
વાર બાળકો ગણિતમાં બહુ સારાહોય પરંતુ ભાષામાં એટલું કરી શકતા હોય નહી. તો એને એ રીતે કોપી હેન્ડીશનની એકસરસાઇઝ આપવામાં આવે છે કે પેરેગ્રાફ રીડ કરવાનો નીચે પ્રશ્ર્ન જવાબ આપવાનો અને એ પ્રશ્ર્ન જવાબનો પહેલા એ બોલીને જવાબ આપે પછી વન વર્ડમાં જવાબ આપે. અને ધીમે ધીમે ટ્રેનીંગ આગળ થતી જાય એટલે પછી એ આખી વાકય બનાવીને જવાબ આપી શકે.
આવા બાળકોને કોમ્પ્રીહેન્ડશન એટલે કે વાંચવું અને વાંચીને સમજવુ સમજી અને જવાબ આપવો આ જે ચક્ર છે. એ ત્રણે ત્રણમાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. સ્કુલ લેવલ પર વાત કરીએ તો ૧ થી ૧ ધોરણ સુધી કોઇપણ સ્કુલ પોતાની રીતે આવા બાળકોને સપોર્ટ કરી શકે છે. પેપર ચેકીંગ થોડુંક લીબરલ કરે, ખોટા સ્પેલીંગ લખે તો એના માકર્સ ન કાપે અને થોડીક વાંચવાની મદદ આપે પ્રશ્ર્નપત્ર વાંચી આપે આ પ્રકારની ઘણી વસ્તુઓ હોય છે જે થઇ શકે છે. એની આગળ વાત કરીએ તો બોર્ડની અંદર સી.બી.એસ.સી. બોર્ડ છે. એને પોતે પોતાના નોમ્ઝ, પ્રોવિઝન્સ અને ક્ધસેસન્સ આપેલા છે. કે આવું બાળક જયારે ૧૦ અને ૧રમાં પહોચે તો બોર્ડ ખુદ એને સપોર્ટ કરે છે.
આ માટે બાળકે ધોરણ ૯ પહેલા અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં સર્ટીફીકેશન કરાવવું પડે છે. તયાં જઇને ડિસ્લેકસીયાનું અસેસમેન્ટ કરાવું પડે એટલે એનું સર્ટીફીકેટ મળે એ સર્ટીફીકેટને ધો. ૧૦ ના ફોર્મની સાથે જોડવામાં આવે તો આ બાળકને વધુ સમય મળી શકે છે. રાઇટર મળી શકે છે. બાળક ડિસગ્રાફીય હોય તો લખી નથી શકતું તો એ બોલે અને બીજું કોઇ બાળક હોય એ લખે તો ડિસગ્રાફીયા માટે એ પણ સુવિધા મળે છે તેમજ તેના પાસીંગ માકર્સમાં પણ થોડું ઘણું રાહત મળી શકે છે આ પ્રકારના લાભો સીબીએસસી બોર્ડ આપે છે.
બાળકને સ્કુલમાં શીખવા માટે મુકવામાં આવે તે બાદ જ ડીસ્લેકસીયા ના લક્ષણોનો ખ્યાલ આવે છે. પરંતુ સ્કુલ જવાની ઉમર પહેલા માતા-પિતા ઘ્યાન આપે તો ડીસ્લેકસીયાના લક્ષણો પારખી શકે છે. બાળક મોડેથી બોલતા શીખે, નવા શબ્દોને ધીરે ધીરે થી શીખે, રમત દરમયાન ત્વરિતતા દાખવવી વગેરે તેના પ્રાથમીક લક્ષણો છે. જયારે, સ્કુલમાં અભ્યાસ દરમ્યાન બાળક અન્ય બાળકો કરતા શીખવામા નબળો હોય, કંઇ પણ નવું શીખવા સમજવામાં તકલીફ પડે ઝડપથી આપેલી સુચનાઓને સમજવામાં મુશ્કેલી, અક્ષરો અને શબ્દોમાં અંતર જોવામાં કઠીનાઇ, અપરિચિત શબ્દનું ઉચ્ચારણ કરવામાં અસમર્થતા વગેરે ડીસ્લેકસીયા રોગના ચિન્હો હોય શકે છે. મેડીકલ ટ્રીટમેન્ટમાં ડીસ્લેકસીયાને ન્યુરો ડીસ ઓર્ડર ગણવામાં આવે છે અને તેની સારવાર માત્ર સાયકો થેરાપી હોવાનું ન્યુરોસાઇકીયાટ્રીસ્ટોનું માનવું છે.
ભારતમાં ડીસ્લેકસીયાનો ભોગ બનેલા બાળકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. જેથી આવા બાળકો માટે ખાસ ટ્રેનીંગ આપનારી સંસ્થાઓની સંખયા વધી રહી છે. આવી એક સંસ્થાઓમાં ડીસ્લેકસીક બાળકોને ભાષા, ગણિત અને અક્ષર સુધારવાની ખાસ તાલીમ આપવામાં આવે છે આવી ખાસ તાલીમ ડીસ્લેકસીક બાળકોના રોગમાં ઘણો સુધારો જોવા મળે છે.
ડીસ્લેકસીયા થવા પાછળ અનેક કારણો જવાબદાર ગણી શકાય: ડો. સ્વાતિ બારુ
આ અંગે શહેરના જાણીતા સાયકોથેરાપીસ્ટ ડો. સ્વાતિ બારુએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ડિસ્લેકસીયા થવા પાછળના કારણો અંગે અનેક રીસર્ચ થયા છે જેમાં સૌથી વધારે કારણ છે ઘરમાં કોઇને ડિસ્લેકસીયા હોય તો જન્મ વખતે કોઇને તકલીફ થઇ હોય આવા બે ત્રણ કારણો છે કે જેના લીધે ડીસ્લેકેસીયા થઇ શકે છે. પણ વધારે ઘરમાં કોઇને હોય તો પણ વધારે રહે. અને જન્મમાં કોઇ તકલીફ થઇ હોય ત્યારે આવી તકલીફ થઇ શકે છે જેના લક્ષણો ચિહનોમાં એવું છે કે ઇગ્લીશ માઁ વાત વધારે કરીએ અને ઇગ્લીશ વધારે વાંચીએ તો તેના લીધે એવું થાય છે કે ઇગ્લીશમાં તમે કેટલાક શબ્દોમાં વાત કરો છે.
દા.ત. કેટ પણ સી નો ફોનીક શું થાય છે તો એટલે આ સમજવામાં કેમ કે વાતનું લેટરનું ફોનીક અલગ આવે તો સાઉન્ડ રીકઝેશન એટલે કે સમજવામાં તકલીફ પડે આના લીધે ડિસ્લેકસીયાની તકલીફ બાળકોને વર્ડ સમજીને અને તોડીને કેવી રીતે બોલવાની હોય અને એમા પણ એરર વધી જાય એવા ડિસ્લેકસીયામાં જોવા મળે છે.
ડીસ્લેકસીયામાં સમજવા માટે તમારું બાળક જયારે સાત વર્ષનું થાય ત્યાં સુધી તે ગમે તે શબ્દ બોલે અને તેમનો લેટર ઉલ્ટો બોલે તેવું જણાય. કે ગમે તે શબ્દ ઉલટો લખે, પછી વાંચતો હોય અને એરર વધી જાય આખો મેસેજ સમજી ન શકાય. કા તો કોપી કરવામાં તકલીફ થાય. તો આ બધી વસ્તુ કે જેના લીધે માતા-પિતા ને ખબર પડે કે આવી આવી નાની બાબતોને સમજવામાં તકલીફ પડે અને આ વસ્તુ છે તો વહેલું ખબર પડે તે વધારે સારું છે.
સામાન્ય રીતે આવું થતું હોય તો બાળકના માતા-પિતા કે શિક્ષક એવું માનતા હોય કે ખોટ છે. કોઇપણ માણસ જીવનમાં કોપઅપ નહી કરી શકે. તો પોતાનું એગ્રેસન નકકી કરી શકે જે વસ્તુ મારી મરજીથી નહીં થાય તો હું ગુસ્સો કરું એટલે છોકરાઓને એવું લાગે કે મારી પ્રોબ્લેમ કોઇ સમજી નથી શકતું. આ તોફાન જ કરે અને સૌથી વધારે જોવું હશે તારે જમીન પર બધા ને શું લાગતું તું કે છોકરો તોફાની છે અને શીખતો નથી. પણ એ એક સારો મેસેજ આપે છે.
તમારા બાળકોને વધારે સ્થાનિક ભાષા એક ખાસ વાત કરું તો છોકરાઓ તો આવડી સ્થાનીક ભાષા દા.ત. ગુજરાતી, હિન્દી હોય આમા શું હોય છે જે તમે બોલો તે પ્રમાણે સામે ઉચ્ચાર કરે તો બોલે તો આવા છોકરાઓને શીખવામાં કાંઇ તકલીફ નહી પડે, ડીસ્લેકસીયાની સ્થાનીક ભાષામાં વધારે સમસ્યા નહી થાય.
ડીસ્લેકસીયાની સારવાર છે ટેકો એટલે આની કોઇ મેડીકલ સારવાર નથી માતા-પિતાને એવું લાગે કે મારો છોકરો બીજા છોકરા કરતાં ભણવામાં નબળો છે. બીજા છોકરા કરતા મારો છોકરો ઓછું વાંચી શકે છે તો એના માટે શું કરવાનું ધીમે ધીમે એને પ્રેકટીસ પુરાવાની તે જ ડીસ્લેકસીયાની સારવાર છે.
મારું એવું માનવું છે કે બધા બાળકો ગીફટ રુપ હોય છે પણ અમે આવી બધી કવોલીટી ડીસ્પ્લે નથી કરતાં આ ખાલી ડીસ્લેકસીયા માટે જ નથી દરેક છોકરામાં કાંઇ સ્પેશ્યલ હોય અને તેમને આ વસ્તુને બીરદાવાની અને અત્યારે સમય એટલો સારો છે. બધા પ્રોફેશન છે કે દરેક બાળકો પોતાની મરજી મુજબના રચવવા ક્ષેત્રમાં આગળ વધી શકે છે.
ડીસ્લેકસીયાએ ન્યુરો ડેવલપમેન્ટ ડીસઓર્ડર છે તેની થેરાપીથી સારવાર શકય: ડો. મિલન રોકડ
શહેરના જાણીતા ન્યુરો સાઇકીઆટ્રીકસ ડો. મિલન રોકડે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ડીસ્લેકસીયા એટલે આપણે સામાન્ય રીતે ડીસ્લેકસીયા તરીકે ઓળખીયે છીએ. જેને સાઇકાટ્રીક અથવા ન્યુરો ડેવલોપમેન્ટ ડિસ ઓર્ડરમાં લનીંગ ડિસ ઓર્ડર તરીકે ઓળખીયે છીએ. અને લનીંગ ડીસ ઓર્ડર ના એક પેટા ભાગ તરીકે ડીસ્લેકસીયા આવે છે. ડીસ્લેકસીયા થવા પાછળનું કારણ ઘણી વખત મગજમાં અમુક જાતના રસાયણીક ફેરફાર થતા હોય છે. અથવા મગજના અમુક ભાગમાં બ્રેઇન ડ્રેમેજ થતું હોય શરુઆત જન્મથી જ હોય અથવા જન્મ વખતે કોઇ જાતની તકલીફ થઇ હોય અથવા જન્મ પછી પણ કોઇ જાતની તકલીફ થઇ હોય ત્યારે ડીસ્લેકસીયા થાય છે.
જેની અસર વાંચવા-લખવા પાછળ હોય છે લખતી વખતે લખવામાં તકલીફ થાય વાંચતી વખતે વાંચવામાં તકલીફ થાય. મેથેમેટીક ડીસઓર્ડર હોય તો ગણતરીમાં એમને તકલીફ પડે એની સારવાર માટે ડીસઓર્ડર મુજબ કેસ ટુ કેસ એનું વેરીએશન કરી તેમની કેસ ફાઇલ
કરવામાં આવે છે. થેરાપી કરવામાં આવે જો સરખી રીતે અને વ્યવસ્થિત વાલીઓને સપોર્ટ મળે ડોકટર સારા મળે થેરાપી સારી મળે અને સ્કુલમાંથી પણ સારો સપોર્ટ મળે તો એના ઘણા સારા રીઝલ્ટ મળી શકે છે.
ઘણી વખત એવું પણ થાય છે કે એક જગ્યાએ વર્ક કરવામાં આવે તો તેઓને એક જ વિષયની જાણકારી અને ગમતું હોય જેથી તે એક જ વિષયમાં આગળ વધે ડીસ્લેકસીયફા થાય એ બાળક ઓળખવું જરુરી છે. સ્કુલમાંથી પણ આવા બાળકોનું ઘ્યાન રાખવું જોઇએ. ઘણી વખત તેમને માર્ક ઓછા આવે કે જેથી તેમનો છાપ ઠોઠ બાળકોની છાપ પડી જાય અને તે વિષે કોઇપણ જાણકારી મેળવી શકતા નથી. કે જરુરીયાત પણ સમજી શકતા નથી.
ડીસ્લેકસીયાવાળા બાળકોની ક્ષતિને સ્વીકારવી જરૂરી છે: વિજય રાયચુરા
ડીસ્લેશસીયા અંગે ખાસ ટ્રેનીંગ કલાસીસ આઇએમ ચલાવતા વિજયભાઇ રાયચુરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ડીસ્લેકસીયાવાળામાં લોકોમાં એવું હોય કે થોડા મોટા બાળકો હોય તો તેઓને ખબર જ હોય કે ડીસ્લેકસીયા છે. જયારે ડીસ્લેકસીયાના રીપોર્ટ થાય છે. બાકી જો ન ખ્યાલ હોય તો અમે રીડીંગ અને રાયટીંગ પણ કરાવી છીએ. આ બે પ્રકિયા છે જેનાથી ખબર પડી જાય અને આમના પર ફોકસ હોય છે. કાઉન્સીલીંગ તો જરુર ઓછી હોય છે. બાળકો તો પ્રભુનું સ્વરુપ હોય છે અને કુદરતે તેને બનાવ્યું છે.
ઘણી વખતે લોકોને એવું માનવું હોય છે કે ખાલી વાંચવામાં લખવામાં પ્રોબ્લેમ હોય પણ એવું નથી હોતું કુદરતે દરેક બાળકને કાંઇક ને કાંઇક આપ્યું છે. તો બની શકે કે આનું પરીણામ સારુ નથી. પણ એવું બની શકે કે એનું સીગીંગ સારું હોય કે એ સ્પોર્ટસ માં સારું હોય, એવી બીજી સંભાવના તપાસ કરો અને બીજી પ્રવૃતિને તમે એમનામાં તપાસ કરો અને બાળકને આગળ વધારી શકાય.
અમુક વખતે ઉમર વધવાની સાથે ડીસ્લેકસીયા મટી જાય છે. કે કયારેક એવું બને છે કે ઉમરની સાથે સાથે તે એમ જ રહે છે પણ ઘણી વખત એવું છે કે એ બાળક ભણવામાં તો નહી પણ બીજી બાબતમાં અવ્વલ હોય, જેથી વધારે અમારું ફોકસ એમા જ હોય તેમના મા-બાપ ઉપર જ હોય છે.
એમ જ કે બાળકને વધારે ટોક – ટોક ન કરે વધારે પ્રેસર ન આપે એને સ્વીકારે કે આ બાળક બધા જ કરતા અલગ છે. તો તેમને સ્વીકારવું જરુરી છે. અને એને ખોટું પ્રેસર આવે એવું જગ્યા પર ન મોકલે નેચરલ જગ્યાએ વધારે રાખે તે જરુરી છે.