આવા બાળકોની મુખ્ય તકલીફ ફકત ભણવામાં એટલે કે વાંચવામાં, લખવામાં અને ગણિતમાં જ હોય છે: ઘણી વાર આવા બાળકોમાં વિશિષ્ટ કલા પડેલી જોવા મળે છે

ફિલ્મ ‘તારે જમી પે’માં આ સમસ્યા વાળા છાત્રની સુંદર વ્યથા બતાવેલ હતી. જેમાં શિક્ષક તેના બીજા ટેલેન્ટ વિશે જાણે છે અને પ્રોત્સાહન આપે છે ને તેનો વિકાસ કરે છે. આવા બાળકોને પ્રેમ, હુંફ, લાગણીની જરૂર હોય છે. તેમને સતત પ્રોત્સાહન મળવાથી તે પણ અન્ય બાળકોની જેમ જ પ્રગતિ કરી શકે છે, પરંતુ આમા ધિરજ જરૂરી છે, આજે તો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષકોની વિવિધ તાલીમ અને સજજ કરવામાં આવે છે. વિવિધ મોન્યુઅલ પણ શિક્ષણ વિભાગ આપે છે બાળકના સર્ંવાગી વિકાસમાં મા-બાપનીસાથે શિક્ષકોનો રોલ પણ અતી મહત્વનો છે. આજે તો નોર્મલ બાળકોની શાળામાં જ અબનોર્મલ બાળક ભણતો થઇ ગયો છે. શિક્ષક પણ આવા પ્રિતીપાત્ર બાળકોની વિશેષ કેર કરતા હોય છે. સરકાર દ્વારા શાળામાં આવા બાળકો માટે નિષ્ણાંતકવોલીફાઇડ એજયુકેટર પણ નિયુકત કર્યા છે. તેમાં રિસોર્ષ રૂમ પણ બનાવાયા છે જેમાં તેને વિવિધ સ્કોલ ડેવલપ કરાય છે.

ડિસલેક્ષીયા એટલે કે ભણવામાં વિશિષ્ટ તકલીફ એ ખાસ પ્રકારની બીમારી છે. આમાં બાળકની મુખ્ય તકલીફ ફકત ભણવામાં – એટલે કે વાંચવામાં લખવામાં અને ગણિતમાં જ હોય છે. આવાં બાળકોનો ભણવામાં દેખાવ તેમની આવડતની સરખામણીમાં ઓછો હોય છે. પોતાની દેખરેખ રાખવાની બાબતે, શારીરિક વિકાસ તેજ જ વાતચીતની બાબતમાં અને સામાજીક વ્યવહારમાં વિકાસ સામાન્ય હોય છે. ટૂંકમાં બાળક ફકત ભણવાની બાબતમાં પોતાની ઉંમરના બાળકોની સરખામણીમાં પાછળ હોય છે. બાકળની તકલીફ તેની બુઘ્ધિ ઓછી હોવાના લીધે નહીં પણ બીજા કારણોને આભારી હોય છે.

મુખ્ય તકલીફો:-

  • માહિતીનું યોગ્ય અર્થઘટન કરવાની
  •  માહિતીનો યોગ્ય સંગ્રહ કરવાની
  •  જરૂર પડે માહિતીને યાદ કરવાની

પ્રકાર:-

  • વાંચન: વાંચનવાનું ટાળે,  ખોટું વાંચે વગેરે
  • લેખન:-  લખવામાં ભૂલો પડે
  • ગણિત:- દાખલામાં કાચા હોય, રકમમાં ચિહ્મમાં ખબર ન પડે

કયારે ડિસલેક્ષીયા કહી શકાય?:-

  • આવડત અને આવતા પરિણામમાં દેખીતો ફરક હોય
  • ભણવામાં પોતાના ધોરણથી બે વર્ષ પાછળ હોય
  • ના ધારેલું અને અનિશ્ર્ચિત પરિણામ આવતું હોય

લક્ષણો:-

  • બાળકને શાળામાં દાખલ કરવામાં આવે તે પહેલા જોવા મળતા લક્ષણો
  • મોડું બોલતા શીખે
  • બોલવાનું સ્પષ્ટ ન હોય
  • મૂળભૂત નિયમો શીખવામાં તકલીફ, આગળ, પાછળ, ઉપર-નીચે, મોટું-નાનુ વગેરે સમજી ન શકવું
  • ગાવામાં તકલીફ
  • આંકડા, શબ્દ, રંગ આકાર, અઠવાડીયા દિવસો શીખવામાં તકલીફ
  • ખુબ જ ચંચળતા અને ઘ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ
  • બીજા બાળકો સાથે ભણવામાં તકલીફ
  • આપેલ આદેશનું પાલન ન કરવું
  • ચિત્ર દોરવામાં, રંગ પૂરવામાં, બટન બંધ કરવામા, દોરી બાંધવામાં તકલીફ
  • અક્ષર લખવામાં સતત ભૂલો પાડવી

વર્તનમાં જોવા મળતાં લક્ષણો:-

  • ભણવામાં ઓછો રસ હોવો
  • ભણવામાં યાદશકિત ઓછી પરંતુ બીજી બધી બાબત સારી રીતે યાદ રહે
  • ઘ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ
  • એક જગ્યા એ સ્થિર ન બેેસે
  • વાતોડીયો હોય
  • બીજાને હેરાન કરે – અડપલાં કરે
  • રમતિયાળ હોય
  • પેન્સિલ છોલ્યા કરે, રબરથી ભૂંસ્યા કરે, વસ્તુઓ ભૂલી જાય
  • પૂછવામાં આવે તો મોઢે બધા જવાબ આપે પણ પરીક્ષામાં ન લખે
  • શાળાએ ન જવા માટે બહાનાં બતાવે

શિક્ષક અને પ્રોજેકટ સ્ટાફની ભૂમિકા:-

  • એસએસમેન્ટ કરવું (નિરીક્ષણ, કેસસ્ટડી દ્વારા)
  • વર્ગ વ્યવહાર માટે આ બાળકોને વાંચન, લેખન અને ગણનને રોલ પ્લે દ્વારા મહાવરો કરાવીને આ બાળકોને વિકસવામાં મદદ કરી શકે
  • પીઅર સપોર્ટ પૂરો પાડવો
  • બાળકો ખરેખર સાચો અર્થ ગ્રહણ કર્યો છે કે કેમ? તેની ખાતરી મૌખિક, લેખિત કે અભિવ્યકિતના સ્વરૂપમાં માં કરવી.
  • સ્ટૂકચર્ડ બિહેવીયર થેરાપી

ડિસલેક્ષીયા બીમારી નથી……

અલી આઇડેન્ટીફિકેસન, આયોજન બાળકોની ક્ષમતાઓની ઓખળ કરી તેને પ્રોત્સાહન આપવું અને વિકસવાની તક આપવી. આવા બાળકોને જરૂર હોય છે પ્રોત્સાહનની

પ્રાથમિક શાળામાં જોવા મળતા લક્ષણો:-

  • શબ્દ બનાવવામાં અને બોલવામાં તકલીફ
  • જોડણીમાં સતત ભૂલો
  • ગણિતમાં ચિહ્મ ઓળખવામાં તકલીફ
  • આંકડાની ગોઠવણમાં ભૂલો પડવી
  • યાદ રાખવામાં તકલીફ
  • નવી વસ્તુ શીખવામાં ધીમા હોવું
  • પેન્સિલ પકડવામાં તકલીફ
  • સમય કહેવામાં તકલીફ
  • સમતોલન જાળવવામાં તકલીફ
  • ક્રિયા તબકકા મુજબ ક્રમશ: કરવામાં તકલીફ
  • જોઇને લખવામાં તકલીફ, ભૂલો પડવી

માઘ્યમિક શાળામાં જોવા મળતા લક્ષણો:-

  • વાંચવા- લખવાનું ટાળવું
  • ઉચ્ચાર ખોટા કરવા
  • કામ ધીમે કરવું
  • રકમવાળા દાખલામાં તકલીફ
  • ખરાબ અક્ષર હોવા
  • નિબંધ લખવાનું ટાળવું
  • ઓછી યાદ શકિત
  • અર્થઘટન ખોટું કરવું
  • સમતોલ – તાલમેળમાં તકલીફ
  • ક્રમની જાળવણીમાં અને સામૂહિક રમત રમવામાં તકલીફ
  • શારીરિક અને મોં પરના હાવભાવ સમજવામાં તકલીફ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.