ધો.૧૨ કોમર્સનું રાજયનું ૫૬.૮૨ ટકા અને પંચશીલ સ્કુલનું ૯૮.૨૨ ટકા પરિણામ: ૩ તેજસ્વી વિદ્યાર્થીથીએ ૯૯થી વધુ પીઆર સાથે ઝળકી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૬.૮૨ ટકા પરિણામ જાહેર કરાયું છે. ત્યારે શહેરની જાણીતી પંચશીલ સ્કુલનું ૯૮.૩૨ ટકા પરિણામ આવતા સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળા સંચાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે.
પંચશીલ સ્કુલનું ધો.૧૨ કોમર્સનું ઝળહળતુ પરિણામ આવ્યું છે. જેમાં શંખલપરા જૈયના ૯૯.૯૬ પીઆર સખીયા બ્રિન્દાને ૯૯.૯૪ પીઆર, નોંધણવદરા મનાલીને ૯૯.૬૬ પીઆર સાથે ઉતિર્ણ થયા છે. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં પંચશીલ સ્કુલના તેજસ્વી તારલા ઝળકયા છે.
ડી.કે. વડોદરિયા (મેનેજીંગ ટ્રસ્ટી)
સમગ્ર ગુજરાતનું સામાન્ય પ્રવાહનું ૫૬.૮૨ રિઝલ્ટ આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના માતા પિતાને અભિનંદન આપુ છું પંચશીલ સ્કુલનું ૯૮.૨૨% પરિણામ આવ્યુંં છે ત્યારે આ આનંદનો શ્રેય હું વિદ્યાર્થીને આપવા ઈચ્છુ છું અને તેના માતા પિતાને આપું છુ અને આવી જ રીતે આગળ વધે અને જીવનને સાર્થક કરે તેમ શુભેચ્છા પાઠવું છું.
શંખલપરા જૈયના
મારે આજે ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૯૬ પીઆર આવ્યા છે અને મને સ્કુલનો અને ઘરનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. પરિક્ષાના ૧ મહિના પહેલા જ મારા પિતાનું અવસાન થયું તો હું ખૂબજ ડરી ગઈ હતી પરંતુ મારા સર અને વડોદરિયા સરે મને ખૂબજ સપોર્ટ આપ્યો અને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હવે આગળ હુ સીએ કરવા ઈચ્છું છું.
સખીયા બ્રિન્દા
મારે આજે ૯૯.૭૪ પીઆર આવ્યા છે. ત્યારે હું ખૂબજ ખુશ છું અને મારી સફળતાનો શ્રેય હું મારા માતા પિતાને આપવા ઈચ્છુ છું અને હવે આગળ હું સીએ કરવા ઈચ્છુ છું.
નોંધણવદરા મનાલી
મારે ૯૯.૬૬ પીઆર આવ્યા છે. અને હું મિડલ કલાસ ફેમિલીમાંથી આવું છું ત્યારે મારા સર અને ખાસ વડોદરીયા સરે મને ખૂબ સારો સપોર્ટ આપ્યો છે. અને મને આગળ વધારવા માટે મહેનત કરી છે અને મારા માતા પિતા એ રાત દિવસ મહેનત કરી અભ્યાસમાં આગળ વધારી છે તો હું મારી સફળતાનો શ્રેય એમને આપીશ.