દેશભરનાં અનેક રાજવી પરિવારોની ઉ૫સ્થિતિમાં પૂજન અર્ચન, આરતી અને પ્રસાદનું આયોજન
રવિવારે સંગીત સંઘ્યા
સૌરાષ્ટ્રના સાગરકાંઠે સદીઓથી સ્થિત દ્વારકાધીશનું મંદીર ધજા અને ઠાકોરજીનું રુપ તો દેશ-દુનિયાના ભાવકોને આકર્ષે છે. લાખો શ્રઘ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ તીર્થ સાથે રાજકોટ રાજપરિવારને પણ નીકટનો સંબંધ છે. સમગ્ર જાડેજા પરિવાર ઠાકોરજીમાં અપાર શ્રઘ્ધા ધરાવે છે. રાજકોટમાં હવેલીનો કોઇ ઉત્સવ હોય કે પછી દ્વારકાધિશની પૂજા, રાજપરિવાર હંમેશા હૈયામાં શ્રઘ્ધાનુંપુર લઇને ઠાકોરજીની સેવા કરે છે. એવો જ એક સુંદર મનોરથ રાજકોટ ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા, મહારાણી અને શ્રીકૃષ્ણના પરમભકત માનકુમારીદેવી તથા એમના પરીવારે યોજયો છે. તા.ર૧મી મે સોમવારે દ્વારકા જગતમંદીર ખાતે જાડેજા પરિવાર તરફથી છપ્પનભોગનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીજીએ આપેલું શ્રીજીને સમર્પિત કરવાનો એક અનેરો ઉપક્રમ છે. શ્રીમદ્દ ભાગવતમાં છપ્પભોગનું મહત્વ અનેરું છે અને રાજપરિવારનો આ મંદીર અને દ્વારિકા સાથેનો સંબંધ પણ એવો જ અનેરો છે. બન્નેનો સમન્વય સોમવારે જોવા મળશે.
રાજકોટ રાજપરિવાર દ્વારા તા.ર૧મી મે ના રોજ દ્વારકા મંદીર ખાતે સવારે ૧૦ વાગ્યે ઠાકોરજીના ફુલ શ્રૃંગાર છપ્પનભોગ અને આરતી દર્શન યોજાશે.
આમંત્રિત મહેમાનો મહેશ્રીદેવી વિઝયાનગરમ સ્ટેટ (આંધ્રપ્રદેશ) મહારાજા સાહેબ યદુવીર વાડીયાર ઓફ મૈસુર, મહારાણી સાહેબ ત્રિશીકાકુમારી દેવી વાડીયાર ઓફ મૈસુર, મહારાવ સાહેબ રધુવીરસિંહ ઓફ સિરોહી, કુંવર જયકુમાર રાવલ મંત્રી મહારાષ્ટ્ર, અને કવરાણી સાહેબ શુભદ્રાકુમારી ડોંડાયચા, મહારાષ્ટ્ર, હિસ હાઇનેશ કામખીયા પ્રસાદ સિંહ દિઓ ઢેકાનલ અને રાણી સાહેબ ઢેકાનલ (ઓરિસ્સા) ભવન વિક્રમાદિત્યસિંહ અને કવરાણી સાહેબ અન્નપુર્ણા દેવી ઓફ નાગોદ (મઘ્યપ્રદેશ) કુંવર ક્રિષ્ણદેવસિંહ અને કવરાણી સાહેબ કસ્તુરીકા કુમારી ઓફ નાગોદ (મઘ્યપ્રદેશ) રાજમાતા ગં.સ્વ. કનકદેવ ઓફ જામીયા (મઘ્યપ્રદેશ), દરબાર સાહેબ શાલિવાહનસિંહ અને રાણી સાહેબ ઓફ જામીયા (મઘ્યપ્રદેશ) રાજકુમારી પ્રતિકાકુમારી ઓફ જામીયા તથા સ્નેહીજનો વિશેષમા ઉઘોગપતિઓ, સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ વિગેરે ઉ૫સ્થિત રહેશે. બપોરે ૧ વાગ્યે મંદીર પરિસરમાં પ્રસાદ લેવાશે. દ્વારકાધીશ મંદીર ખાતે યોજાનાર આ દિવ્ય અવસરમાં સામેલ થવા રાજપરિવારે સ્નેહીઓને નિમંત્રણ પાઠવી પણ દીધા છે.
ખ્યાતનામ ગાયક વિનોદભાઇ પટેલ રવિવાર ના રોજ રાત્રીના ૯ વાગ્યે દ્વારકેશ શરણ ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજાના નિવાસ સ્થાને ક્રિષ્ન ભજન સંગીત સંઘ્યા રાજકોટ રાજપરિવાર તથા મહેમાનોને શ્રવણ કરાવશે.
ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા અને રાણી સાહેબ માનકુમારીદેવી દ્વારા અનેકવિધ ધર્મોત્સવો દ્વારકામાં યોજેલ છે. જેની તસ્વીરો રાજકોટ રાજકુટુંબની દ્વારકા શારદાપીઠશ્ર્વર પ.પૂ. જગદગુરુ શંકારાચાર્યજી અભિનવ સચ્ચિદાનંદજી અને શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્રવ્ર પૂ. જગવદગુરુ શંકારાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતિ તથા પૂ.મોરારીબાપુ સાથે સ્મરણો અને યાદોને ચિરંજીવી રાખી છે. ફરીથી આવો જ અવસર ર૧મી સોમવારે દ્વારકા જગત મંદીર ખાતે ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા અને રાણી સાહેબ માનકુમારીદેવી દ્વારા છપ્પનભોગ મહારાજાધિકરાજ દ્વારકાધીશને ધરી રાજકોટ રાજપરિવાર ધન્યતા અનુભવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com