પેરાશુટ, એટીવીબાઇક, સ્કૂબા ડાઇવીંગની મોજ માણતા પ્રવાસીઓ
યાત્રાધામ દ્વારકામાં નાતાલની રજાઓ તેમજ ૨૦૨૦ ના અંતિમ દિવસોમાં શનિ રવિવારના પ્રવાસીઓનો દ્વારકામાં ધસારો જોવા મલ્યો છે દ્વારકાધીશ મંદિર પરીસર તેમજ ગોમતીધાટ પાસે આવેલ છપ્પન સિડી પાસે દ્વારકાધીશના દર્શન કરવા યાત્રિકોની લાંબી લાઇનો લાગી હતી તેમજ ગોમતીધાટે પણ યાત્રિકોનો ધસારો જોવા મલ્યો હતો દ્વારકામાં એન્ટ્રી થતા હાથીગેટ અંદર અંબાણી માર્ગ પર ફોરવિલ ગાડીઓના અડીંગા જોવા મલ્યા હતા તેમજ ખાણી પીણીની લારીઓ તેમજ રેસ્ટોરન્સમાં ભિડ જોવા યાત્રાધામ દ્વારકા ઓખા હાઇવે પર દ્વારકાથી ૧૩ કિમીદુર શિવરાજ ગામે આવેલ બિચને સરકાર દ્વારા બ્લું ફ્લેગ બિચનું નામ આપવામાં આવ્યું છે
અને કરોડોના ખર્ચે બિચ વિકસાવે છે એ બ્લુંફેગ બિચને ટકકર મારતો દ્વારકાનો પવિત્ર ગોમતી સામે કાઠે આવેલ રમણીય પંચકુઇ બિચ વિસ્તારમાં યાત્રિકો તેમજ પ્રવાસીઓની ભિડ જોવા મળી હતી
તે બિચ વિસ્તારમાં નાનકડા બાળકોથી કરીને મોટેરાઓ સુધીની એટીવીબાઇક, પેરાશુંટ, કાઇકીંગ, જોરબીન, ઉંટસવારી, તીરકામઠા, સ્કુબા ડ્રાઇવ તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો સહિત વેરાયટીઓમાં મોજ મસ્તી તેમજ બિચ પર આનંદ માણતા લોકો નજરે ચડ્યા હતા. તેમજ સુદામાં સેતું પુલમાં યાત્રિકો તેમજ પ્રવાસીઓની ભિડ જોવા મળી હતી.