અકસ્માત નિવારણ માટે નવી સિસ્ટમ શરૂ કરાશે
હજારો લોકોની આસ્થાના પ્રતિક સમા દ્વારકાના જગ વિખ્યાત જગત મંદિરે આગામી દિવસોમાં વીજ ઉપકરણના માધ્યમથી ધ્વજા રોહણ કરવામાં આવશે તેવી સંભાવના નવ નિયુકત જિલ્લા કલેકટરે વ્યકત કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવ નિયુકત જિલ્લા કલેકટર અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના નવ નિયુકત વહીવટદાર શર્માએ દ્વારકાધીશજીના દર્શનબાદ શુભેચ્છકો સાથેની મુલાકાતમાં વાતચીત દરમિયાન નિર્દેશ કરતા કહ્યુંં હતુકે દ્વારકાધીશજીના ધ્વજાજી આહોરણનું ખૂબજ મહત્વ છે. અને તેમાં વારંવાર થતા અકસ્માતોને નિવારણ સલામતી સાથે સુરક્ષાના મુદાને ધ્યાનમાં લઈને આગામી સમયમાં દ્વારકા ના જગત મંદિર ઉપર ચડાવાતા ધ્વજાજીના આહોરણ માટે ઈલેકટ્રીક ઉપકરણના માધ્યમથી ધ્વજા રોહણ થશે.
આ ઉપરાંત દ્વારકા જગત મંદિરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે. તેના ભાગ રૂપે રાજય સરકાર દ્વારા નવ નિર્માણ ધ્વજા કોરીડોરનો વિકાસ કરવાને ખાસ પ્રાધાન્ય અપાશે મંદિર પરિસર અને શહેરની સ્વચ્છતા ઉપર ભાર મૂકતા તેઓ પાલીકાને કેટલાક ખાસ પ્રકારના સુચનો કર્યા હતા. કલેટરનું દેવ સ્થાન સમિતિના ટ્રસ્ટી રમેશભાઈ હેરમા, ગુગળી સમાજના પુજારી પરિવારના પ્રતિનિધિઓ પણ સન્માન કર્યું હતુ.
અત્રે એ પણ ખાસ નોંધનીય છે કે હાલ અંબાજી અને સોમનાથ યાત્રાધામમાં ધ્વજાજીનું આહોરણ ઈલેકટ્રીક ઉપકરણોના માધ્યમથી કરાઈરહ્યું છે. જયારે નવ નિયુકત કલેકટર શર્માને સોમનાથ મંદિરની વ્યવસ્થાનો પણ બહોળો અનુભવ હોય જેથી દ્વારકાના વિકાસ માટે તેઓ એક મજબુત પાયાથી કાર્ય કરી શકશે.