દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા રૂપેણ-દ્વારકા, ઓખા, હર્ષદ, નાવદ્રા અને સલાયા બંદર પર ચાલતી ચાર હજાર માછીમારી બોટ સમુદ્રમાં કુદરતી રીતે માછીમારીમાં ઓટ આવતા અને સમુદ્રમાં માછલીઓનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી છેલ્લા દોઢ માસથી દરીયો ખેડતા માછીમારો આખરે કુદરત સામે હાર માની તેમની બોટ કાંઠે ચડાવી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
દર વર્ષે માછીમારી સીઝન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાસ કરીને ઓખાના ડાલ્ડા બંદર-દ્વારકાના સાગર કિનારે આવેલા રૂપેણ બંદર પર સમગ્ર ગુજરાત રાજયના દીવ, કોડીનાર, જાફરાબાદ, માંગરોળ, પોરબંદર, વેરાવળ સહિતના વિસ્તારોમાંથી હજારો માછીમારો ફીશીંગ કરવા આવતાચ હોય છે અને ખાસ કરીને ઓગસ્ટની ૧૫મી તારીખે શરૂ થતી સીઝન છેક ૧૫મી જુન સુધી એટલે કે લગભગ દસ માસ સુધી ચાલતી હોય છે.
સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ છેલ્લા એક માસ ઉપરાંતથી માછલીઓનો જથ્થો જ ઉપલબ્ધ ન હોય અને માછીમારી કરવી શકય જ ન હોય હાલમાં માછીમારી કરવા જતાં માછીમારોને દરેક ટ્રીપ વખતે પંચોતેર ટકા જેટલું નુકસાન થઈ રહ્યું છે જેના લીધે માછીમારી ઉધોગને મોટો આર્થિક ફટકો પડયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com