પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા જીલ્લા ના મીઠાપુરની ટાટા કેમિકલ્સ લિમિટેડ ના ચરકલા વોટર પ્લાન્ટના ચાલુ પમ્પ પર પેઇન્ટિંગ કરતા પેઇન્ટર અમિતભાઈ પટેલ ઉમર વર્ષ 42 નામનો યુવક પમ્પ માં પડી જતા કપાઈ ગયો હતો.
યુવાન નું પમ્પ માં પડવા થી કપાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. યુવાન મૂળ નડિયાદ નો હાલ.મીઠાપુરના ઉદ્યોગ નગર ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતુ. તે યુવાન ને 3 માસુમ બાળકીઓ હોવાનું સામે આવ્યું.
યુવાન પમ્પ માં પડતા હાથ,પગ,ધડ કપાઈ જતા મોત ને ભેટ્યો હતો.તેમની ડેડ બોડી પી.એમ માટે દ્વારકા ખસેડાઇ હતી અને દ્વારકા પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.