Dwarka: 1965ની સાલમાં પાકીસ્તાન નેવી દ્વારા દ્વારકાધીશ મંદિરનો નાશ કરવાની મેલી મુરાદથી દ્વારકાના સમુદ્ર કિનારેથી નિરિક્ષણ કરી ગયેલ. બાદ રાત્રિના સમયે પાકીસ્તાન નેવી દ્વારા નાપાક ઈરાદા સાથે દ્વારકા ઉપર ભીષણ બોમ્બમારો કરી 156 જેટલા બોમ્બ દ્વારકા ઉપર ફેંકવામાં આવેલ. પરંતુ વામન જયંતિના એ ઉત્તમ દિવસે ભગવાન દ્વારકાધીશે તેની કર્મભૂમિ અને તેમની પ્રજા સમાન નગરજનોને બચાવવા દરીયાના પાણીનું સ્તર ઊંચું લાવી દીધું હતું. આથી ભરતીના સમયે કરાયેલ બોમ્બમારામાં એક પણ બોમ્બ દ્વારકામાં ન પડતાં દ્વારકાથી દૂર જંગલમાં જઇ પડેલ તથા એક પણ બોમ્બ ફુટયો પણ નહિં. વામન જયંતિના રોજ થયેલ આ ઘટનામાં જેમ વામન અવતારમાં ભગવાને રાજા બલીનો અહંકાર ભાંગ્યો હતો તેવી જ રીતે ભગવાન દ્વારકાધીશે પાકીસ્તાનનો અહંકાર ચકનાચૂર કરેલ. આ બોમ્બમારાના અવશેષો આજે પણ દ્વારકાની કોલેજ રોડ પર આવેલ સંસ્કૃત એકેડેમીના મ્યુઝીયમમાં મોજૂદ છે.
મહેન્દ્ર કક્કડ