ભગાવન શ્રીકૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ.. અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ ગયું હતું. પરંતુ હવે ભક્તોનું તે સપનું પુરું થઈ શકશે. સમુદ્રમાં ડુબી ગયેલી દ્વારકાનગરીના દર્શન થઈ શકશે. કારણ કે, ગુજરાત સરકાર મૂળ દ્વારકાનાં દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે એમઓયુ પણ કરી લીધા છે. અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
સબમરીનમાં ઍર કન્ડિશનિંગ, મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે: દરિયામાં 300 ફૂટ નીચેથી દ્વારકાના દર્શન: પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકારનો નિર્ણય
કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેમાં દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાનાં દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. આ તેવી ડિઝાઈન તૈયાર કરાઈ છે.. આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ-મેમ્બરો રહેશે, જેમાં જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે. આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો, સબમરીનમાં ઍર કન્ડિશનિંગ, મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે.
કુદરતી રોશનીની સુવિધા હશે. આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે. મહત્વનું છે કે, બેટ દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને હાલ એવી સંભાવના પણ છે કે, આ બંને પ્રોજેક્ટનું ઉદ્ધાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે. એટલે કે, હવે કૃષ્ણીની સોનાની દ્વારકાના દર્શન કરવાનું સપનું વહેલી તકે પૂર્ણ થઈ શકે છે.