ભારે પવન અને ખરાબ વાતાવરણને કારણે ધ્વજા ચડાવતા પરિવારની સુરક્ષાને ધ્યાને લઇ કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિણર્ય
યાત્રાધામ દ્વારકા માં દ્વારકાધીશ જગત મંદિર ના શિખર પર ધ્વજા ધ્વજ દંડ પર ફરકાવવામાં આવે છે પરંતુ ધ્વજા ને ધ્વજદંડ ના બદલે શિખર પર અડધી કાઠી એ ફરકાવવામાં આવશે.
યાત્રાધામ દ્વારકા માં દ્વારકાધીશ ના જગત મંદિર ના શિખર પર ધ્વજાજી નું અનેરું મહત્વ છે અને ભગવાન ના ભક્તો ખૂબ ધામધૂમથી ધ્વજા ચડાવવા પહોંચે છે. પરંતુ 15 જુલાઈ સુધી ભારે પવન અને ખરાબ વાતાવરણને કારણે દ્વારકાધીશ મંદિર ના વહીવટદાર દ્વારા મંદિર ના શિખર પર ધ્વજદંડ ના બદલે અડધી કાઠી એ ધ્વજા ફરકાવવામાં આવે તેવું સૂચન કર્યું છે.
દ્વારકામાં ભારે પવન અને ખરાબ વાતાવરણના કારણે આગામી તા. 15 જુલાઈ સુધી દ્વારકાધીશ મંદિર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવાશે. ધ્વજા ચડાવતા પરિવારની સુરક્ષાને ધ્યાને લઇ કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિણર્ય કરવામાં આવ્યો છે.